News Updates
GUJARAT

પૈસા પડાવવા હદ વટાવી તમામઅજાણ્યા શખ્સે:19 લાખ પડાવ્યા વાઈરલ કરવાની ધમકી આપી,ગાંધીનગરમાં રહેતા યુવકના વોટ્સએપ પર મૃતક બેનના ન્યૂડ ફોટો મોકલ્યા

Spread the love

ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા યુવાનને તેની મૃતક બહેનના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ફેબ્રુઆરી – 2024 માં અલગ અલગ 64 નંબરો પરથી વોઇસ કોલ અને મેસેજ મોકલી રૂ. 19 લાખ 18 હજારથી વધુની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુવાનની બહેને ગયા વર્ષે કોઈ કારણસર રાજકોટમાં ઝેરી દવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો હતો. જેનાં મોત પછી અજાણ્યા શખ્સોએ ન્યૂડ ફોટા મોકલી આપી ખંડણીનાં ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ગાંધીનગરના કુડાસણ ખાતેની સોસાયટીમાં રહી અભ્યાસ કરતા મૂળ પોરબંદરનાં યુવાનની બહેન વર્ષ 2009માં રાજકોટ ખાતે શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ હતી. જે M.Com, B.ed સુધીનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કરી પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીની સાથે સાથે ત્રણેક વર્ષ સુધી ટયુશન કલાસીસ માટે પણ જતી હતી.

ડિસેમ્બર – 2023 માં તેણીએ કોઈ કારણોસર ઝેરી દવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો પણ નોંધાયો હતો. એ વખતે કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નહીં હોવાથી અન્ય કોઈ ફરીયાદ કરવામાં આવી ન હતી.

23 ફેબ્રુઆરી 2024 ના રોજ યુવાનના વોટ્સઅપ ઉપર તેની બહેનના ન્યૂડ ફોટા કોઈ અજાણ્યા શખ્સે મોકલી આપ્યા હતા. આ જોઈને યુવાન આઘાતમાં સરી પડ્યો હતો. અજાણ્યા શખ્સે ન્યૂડ ફોટા સગા સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકીઓ આપી ખંડણી માંગવામાં આવી હતી. આ જોઈને યુવાન આઘાતમાં સરી પડ્યો હતો. બાદમાં તેને અલગ અલગ 64 નંબરો પરથી વોઈસ કોલ અને મેસેજીસ કરી રૂપિયાની ખંડણી માંગવાનો સિલસિલો શરૂ થયો હતો.

આથી આબરૂ જવાની બીકે યુવાને મિત્ર સર્કલ તથા સગા સબંધીઓ પાસેથી હાથઉછીના રૂપીયા પોતાના એકાઉન્ટમાં લીધા હતા. અને અલગ અલગ 64 નંબરો પરથી કહેવામાં આવે એ મુજબના એકાઉન્ટમાં યુપીઆઈ આઈડીથી અલગ-અલગ ટ્રાન્સફર કર્યા હતા. આમ તા. 18 માર્ચ 2024 થી 10 મે 2024 સુધીમાં યુવાને કુલ 212 ટ્રાન્જેકશનથી 19 લાખ 18 હજારથી વધુની રકમ અજાણ્યા શખ્સોનાં કહેવા મુજબના એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરી દીધા હતા. આખરે પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં યુવાને પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને રજૂઆત કરતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ જશો આંધળા

Team News Updates

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો, અનેક નદીઓ બે કાંઠે, બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું

Team News Updates

ટ્રક ડ્રાઈવરોનું બલ્લે-બલ્લે:હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર લગાવી મહોર

Team News Updates