કોઈપણ વાહન હોય એમાં ટેકનિકલ ખામી સર્જાય ત્યારે કોઈને કોઈ અકસ્માતની ઘટના સર્જાતી હોય છે. ત્યારે મેઘરજના બાઠીવાડા ગામે કારમાં આગ લાગી હતી.
મેઘરજમાં બાઠીવાડા ગામે એક કારચાલક કારમાં બેસી કાર ચાલુ કરવા જતો હતો ત્યાં જેવો કારનો સેલ માર્યો કે તરત જ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. કાર ચાલક કાર મૂકીને નીચે ઉતરી ગયો હતો જેથી તેનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકના પરિવારજનોએ પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગ બુજાવે એ પહેલાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ છે.