પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ટીમલી ફળિયા ખાતે બાતમીના આધારે શંકાસ્પદ માંસના જથ્થા સાથે ત્રણ ઈસમો અટકાયત કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાના ટીમલી ફળિયા ખાતે શંકાસ્પદ માસનો જથ્થો કટીંગ થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે શહેરા પોલીસે છાપો મારીને માંસના જથ્થા સાથે ત્રણ આરોપી સામે શહેરા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર હનુમાનસિંહ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરા તાલુકાના ટીમલી ફળિયા વિસ્તારમાં શંકાસ્પદ માંસનુ કટીંગ કરી વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શહેરાનગરના ટીમલી ફળિયામા રેડ કરી હતી, જ્યા રેડ દરમિયાન શંકાસ્પદ માસનો જથ્થો તેમજ માંસ કાપવાના સાધનો મળી આવ્યા હતા.
પોલીસે રેડમાં 150 કિલો માંસ, વજન કરવાના કાટલા, છરો, છરી, દોરડું, ઢીમલું, ચલણી નોટો સહિત કુલ 45,960 હજારનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે શહેરા પોલીસે ત્રણ આરોપીઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં (1) સરવર ખાન બિસ્મીલા ખાન અંસારી (2) શકીલ બિસ્મીલા ખાન અંસારી (3) સહલ હનીફ પઠાણની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો જથ્થો છે કે નહી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. નોંધનીય છે કે, શહેરાનગરમા આ રીતે છાંસવારે માંસ પકડવાના બનાવો બનતા હોય છે. પોલીસને આ મામલે વધુ એક સફળતા મળી છે.