પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજેથી રાત્રિ દરમિયાન રૂટીન ચેકિંગમાં નીકળી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ગોધરા તાલુકાના ગદુકપુર રોડ ઉપર એક ટ્રેક્ટર ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ કાલોલ રોડ ઉપર એક ટ્રક બિનઅધિકૃત રીતે રેતી ભરી અને પસાર થઈ રહ્યું છે.
જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજેથી રાત્રિ દરમિયાન ચેકીંગ હેઠળ એક ટ્રક અને ટ્રેક્ટરની સાથે બે ઇસમની અટકાયત કરી 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી અને હાલોલ ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે બાતમીના આધારે ગોધરા તાલુકાના ગદુકપુર રોડ ઉપર એક ટ્રેક્ટર બિનઅધિકૃત રીતે રેતી ભરીને જઈ રહ્યું હતું તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કાલોલ રોડ ઉપર એક ટ્રક બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહ્યું હતું .ત્યારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ટ્રકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે બંને જગ્યા ઉપર રેડ દરમિયાન એક ટ્રક અને ટ્રેક્ટર ની સાથે 35 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમ ઉપર દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલ ગોધરા કલેક્ટર કચેરી અને હાલોલ ખાતેથી સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.