News Updates
NATIONAL

NATIONAL:મોદી જવાબદાર છે રાહુલ ગાંધીએ કહ્યું- બેરોજગારી માટે:મોદીએ પોતાના મિત્રોની લોન માફ કરી, પણ ખેડૂતોની નહીં;અગ્નવીર મજૂર બની જશે, તેના રૂપિયા અદાણી પાસે જઈ રહ્યા

Spread the love

હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી હરિયાણા પહોંચ્યા હતા. અહીં તેમણે મહેન્દ્રગઢમાં એક જાહેરસભાને સંબોધી હતી. રાહુલે કહ્યું કે હરિયાણામાં બેરોજગારી છે. આ માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે.

તેમણે કહ્યું કે અગ્નિવીર યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને મજૂર બનાવવાનો છે. તેના રૂપિયા અદાણી ડિફેન્સમાં જાય છે. જાહેર સભા દરમિયાન ભાજપની ટિકિટ પર સિરસાથી લોકસભાની ચૂંટણી લડેલા અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પહેલા રાહુલે નૂહમાં પણ સભા સંબોધી હતી. રાહુલે કહ્યું કે હવે મોદી 56 ઇંચની છાતીની વાત નથી કરતા. તેમનો ચહેરો સાવ બદલાઈ ગયો છે.

આ સાથે રાહુલે કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. રાહુલે કહ્યું કે ભાજપને વોટ ન આપો. રાજ્યના અન્ય નાના પક્ષોને પણ મત આપશો નહીં, કારણ કે તેઓ ભાજપના A, B અને C પક્ષો છે. તેમનામાં અને ભાજપમાં કોઈ ફરક નથી.

નૂહ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ અહીંથી દક્ષિણ હરિયાણાને જીતવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે ભાજપે દેશમાં નફરત ફેલાવી છે. ભાજપ અને આરએસએસ મળીને દેશમાં બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ આવું થવા દેશે નહીં.

અંબાણી અને અદાણીનું નામ લીધા વિના રાહુલે કહ્યું કે મોદી સરકારે પોતાના મિત્રો સહિત દેશના 20-25 લોકોની અબજોની લોન માફ કરી, પરંતુ ખેડૂતોની લોન માફ કરી નહીં.

નરેન્દ્ર મોદીજીએ સૈનિકોની યોજનાનું નામ અગ્નવીર રાખ્યું છે, પરંતુ શું કોઈને ખબર છે કે આ યોજનાનું લક્ષ્ય શું છે? કોઈ જાણે છે? તેમની યોજના 4 જવાનોને સેનામાં લેવાના. તેમાંથી 4 વર્ષ પછી 3 ને કાઢી મુકવાના અને 1 રાખશે. બાકીના 3 મજૂર બની જશે. અગ્નિવીરના રુપિયા અદાણી ડિફેન્સને જશે. તમે તેને ઓનલાઈન પણ ચેક કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે અદાણી કંઈ બનાવતા જ નથી. તેઓ માત્ર લેબલ લગાવે છે અને અગ્નિવીર સ્કીમના રુપિયા મળી જાય છે.

રાહુલે કહ્યું કે હરિયાણામાં નશાની લત ફેલાઈ રહી છે. બધા જાણે છે. પહેલા પંજાબમાં ડ્રગ્સ હતું. તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. મોદીજીના મિત્ર અદાણીના બંદરેથી હેરોઈન ઝડપાયુ હતું. અદાણી હરિયાણાના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે.

અહીં પણ રાહુલે હરિયાણાના યુવાનોનો ઉલ્લેખ કર્યો જે તેઓ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન મળ્યા હતા. કહ્યું કે મોદીજી જણાવે કે હરિયાણા બેરોજગારીમાં નંબર વન કેવી રીતે બન્યું? રાજ્યના યુવાનો પોતાના ઘરથી દૂર રહેવા મજબૂર છે.

અહીં પહોંચતા જ રાહુલ ગાંધીનું મેવાતી પાઘડી પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ફિરોઝપુર ઝિરકાના ઉમેદવાર મમન ખાન પણ રાહુલ ગાંધીના મંચ પર હાજર હતા. મમન ખાન વિરુદ્ધ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તે જામીન પર છે. રેલી પૂરી થયા બાદ રાહુલ ગાંધી મહેન્દ્રગઢ જવા રવાના થયા હતા.


Spread the love

Related posts

વ્હિસ્કીના શોખીનો માટે સારા સમાચાર, 8 PM બનાવનારી કંપનીનો કમાલ, હવે બનાવશે આ પ્રીમિયમ વ્હિસ્કી

Team News Updates

ગુજરાતના MLAને પાર્ટી MPમાં દોડાવશે:મધ્યપ્રદેશની ચૂંટણીનું રિયાલિટી ચેક કરવા ગુજરાતના 48 ધારાસભ્યોને કામ સોંપાયું; હાર્દિક પટેલ, કેતન ઈનામદાર, અમૂલ ભટ્ટ સહિતના નામ

Team News Updates

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6

Team News Updates