News Updates
GUJARAT

6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના,અંબાલાલ પટેલની મોટી આગાહી,રાજ્યમાં વરસાદને લઈને

Spread the love

રાજ્યના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 6ઠ્ઠી જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે.

રાજ્યના હવામાન અને વરસાદની આગાહીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 4 જૂને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

આ તરફ સૌરાષ્ટ્ર વાત કરીએ અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. સાવરકુંડલા નજીક ખાંભા અને ચલાલા પંથકના ગામોમાં વરસાદ પડ્યો છે. ખાંભાના અનિડા અને ધારગણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. જ્યારે ચલાલા નજીક આવેલા વાવડી, ગરમલી, કરેણ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

દક્ષિણની વાત કરીએ તો સાપુતારાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો અને ભારે બફારા બાદ વાદળછાયા વરસાદ વચ્ચે વરસાદનું આગમન થયુ હતુ. વરસાદના કારણે પેરાગ્લાઈડિંગ અને બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ હતી. જો કે ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.


Spread the love

Related posts

 Banaskantha: ફૂગ અને જીવાણુ જોવા મળ્યા,મિનરલ પાણીની બોટલમાં,હજારો બોટલ જપ્ત કરાઈ  પાલનપુરમાં

Team News Updates

ખેલાડીઓને જે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે તેમાં કેટલું સોનું હોય છે ? જાણો

Team News Updates

Jamnagar:સેલ્સ ઈન્ચાર્જે  ચૂનો ચોપડ્યો ખાનગી કંપનીને: વોશિંગ પાઉડર સહિતની ચીજવસ્તુઓ વેચાણ કરી રૂપિયા જમા નહીં કરાવી છેતરપિંડી આચરી,જામનગરમાં સેલ્સ ઈન્ચાર્જે

Team News Updates