News Updates
INTERNATIONAL

Paris Olympics 2024:સીધી ક્વાર્ટર ફાઈનલ પહોંચી,આર્ચરીમાં ભારતની મહિલા ટીમ, ચોથા સ્થાને રહી ક્વોલિફિકેશનમાં

Spread the love

ભારતીય મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજીથી કરી છે. દીપિકા કુમારીએ ભજન કૌર અને અંકિતા ભક્તા સાથે મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો અને તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

પેરિસ ઓલિમ્પિકમાં મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં આજે ઈવેન્ટ શરુ થઈ હતી. જેમાં ભારતની 3 મહિલા ખેલાડીઓ દીપિકા કુમારી સિવાય અંકિતા ભગત અને ભજન કૌરને ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં કુલ 64 તીરંદાજે ભાગ લીધો હતો.

અંકિતા ભક્તા, ભજન કૌર અને દીપિકા કુમારીએ ભારતને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ અપાવી છે. ટીમ રેન્કિંગ પ્રમાણે ભારત આ રાઉન્ડમાં ચોથા ક્રમે હતું. ભારતના 1983 પોઈન્ટ હતા, જ્યારે કોરિયા 2046 પોઈન્ટ સાથે ટોચ પર છે. ચીન અને મેક્સિકોની ટીમો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી.

અંકિતા ભક્તા, ભજન કૌર અને દીપિકા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ અપાવી. છે

ભારતે 25મી જુલાઈથી તીરંદાજી સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતના કુલ 6 તીરંદાજો – 3 પુરૂષો અને 3 મહિલા – એક્શનમાં જોવા મળશે. આ દરમિયાન તમામની નજર પૂર્વ નંબર-1 દીપિકા કુમારી પર રહેશે. દીપિકાની આ ચોથી છે, તેની નજર તેના પ્રથમ ઓલિમ્પિક મેડલ પર હશે.

ભારતની અંકિતા ભકત તીરંદાજીની મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં 11મા સ્થાને રહી. તેને 666 પોઈન્ટ મળ્યા છે. ભજન કૌર 22મા સ્થાને છે. તેને 659 પોઈન્ટ મળ્યા છે. જ્યારે દીપિકા કુમારી 23મા સ્થાને છે. તેને 658 પોઈન્ટ મળ્યા છે.


Spread the love

Related posts

RBIના 1070 કરોડ 2 ટ્રકમાં જતા હતા:ચેન્નાઈ પોલીસને ફોન આવ્યો, રસ્તા વચ્ચે ઊભી છે ટ્રક, તરત જ સુરક્ષા જોઈએ

Team News Updates

Burj Khalifaમાં સામાન્ય લોકોને નથી મળતી ટોપ ફ્લોર પર જવાની પરવાનગી, શું તમે જાણો છો તેનું કારણ ?

Team News Updates

પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર…પુતિનની પશ્ચિમી દેશોને ધમકી

Team News Updates