ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘટની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે.
ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ શરુ કરી છે. મૃતકના નામ જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે. મૃતક જતીન મકવાણા રેલવેમાં ઈજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે.