News Updates
GIR-SOMNATHGUJARAT

ધોરણ 10 નું ગીર સોમનાથ જિલ્લાનું 62.01% પરિણામ એ વન ગ્રેડ ના 67 a2 ગ્રેડમાં 809 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

Spread the love

વેરાવળ ની દર્શન સ્કૂલના પાંચ વિદ્યાર્થી એ વન ગ્રેડમાં
વેરાવળ કેન્દ્રમાં 99.79 પીઆર સાથે ખેડૂત પુત્ર ઝાલા મિત પ્રથમ ક્રમે

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાનું ધોરણ 10 નું આજે જાહેર થયેલ પરિણામમાં ગત વર્ષ કરતા 6% ઓછું 62.01 ટકા પરિણામ આવ્યું છે તેમાં આજોઠા નું સૌથી વધારે 86.92% તથા દેલવાડા નો સૌથી ઓછું 18.85 ટકા પરિણામ આવેલ છે વેરાવળ નું 58.42 ટકા પરિણામ જાહેર થયું છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ 67 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને 809 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યા છે જિલ્લાની 10 શાળાનું સો ટકા પરિણામ આવેલ છે.


વેરાવળ શહેરની દર્શન સ્કૂલમાં પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવેલ છે .દર્શન સ્કુલ નું 97.02 ટકા પરિણામ આવ્યુ છે. વેરાવળ કેન્દ્રમાં પ્રથમ ક્રમે ભાલપરાના ખેડૂત પુત્ર ઝાલા મિત એ 99.79 પીઆર મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે .તેને ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે. રોજની 16 કલાક જેટલું વાંચન કરી અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને વિઠલાણી સરની દેખરેખથી તેમણે આ સિદ્ધિ હાસલ કરી છે. આગળ અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહ લઈ એન્જિનિયર ક્ષેત્રે કારકિર્દી ઘડવાની મહત્વકાંક્ષા ધરાવે છે. શહેરમાં દ્વિતીય ક્રમે 99.69 પીઆર સાથે ચારિયા જાગૃતિ ઉત્તીર્ણ થયેલ છે. સતત આઠ કલાકની મહેનતથી તેમણે આ સિદ્ધિ હાસલ કરી છે .તેઓ હવે 12 કોમર્સ કરી સીએ બનવા માંગે છે. એ જ રીતે ત્રીજા ક્રમે 99.63 પીઆર સાથે મૂલચંદાણી દ્રષ્ટિ ઉત્તીર્ણ થયેલ છે. તેણે પણ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે અભ્યાસ કરવા માંગે છે . ચોથા ક્રમે 99 56 પીઆર સાથે વાળા સ્નેહા તેમજ પાંચમા ક્રમે 99.19 સાથે લાલવાણી ખુશ્બુ એ નંબર મેળવ્યો છે.

વેરાવળ સનરાઇઝ સ્કૂલ નું 93.15 ટકા પરિણામ જેમાં પ્રથમ ક્રમે જોગીયા ધ્રુવી હિતેશભાઈ PR . 99.56 A1 દ્વિતિય ક્રમે ડોડીયા દર્શિતા અજિતભાઈ PR 97.13 A2 તૃતીય કર્મે વિઠ્લાણી પ્રાપ્તિ ભાવેશભાઈ PR 96.94 ઉત્તીર્ણ થયેલ છે.
એજ રીતે ગીતા વિધાલય નું 98.16 ટકા પરિણામ જેમાં પ્રથમ ક્રમે રામ હેમાંશી 98.18 પીઆર, દ્વિતીય ક્રમે શાહ આનંદ 97.26 પીઆર, ત્રીજા ક્રમે વાજા ધર્મેશ 96.34 પીઆર આવ્યા છે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

Google Chrome દેશ માટે ખતરો ! સરકારે આપી ગંભીર ચેતવણી

Team News Updates

બ્લાસ્ટ કરી ખનીજચોરી કરે તે પહેલા SOG મોરબીની ટીમનો દરોડો: ૧૧૬૧ કિલો વિસ્ફોટકો સાથે ૪ને ઝડપ્યા

Team News Updates

કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડીને 100 ફૂટ દુર ફંગોળાયા:દાંતા-અંબાજી જતા વાહનો રિટર્ન, થરાદમાં સ્થિતિ અતિ ખરાબ, બે દિવસથી વીજળી ગુલ

Team News Updates