News Updates
AHMEDABAD

બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા:ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાને પહોંચ્યા, બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Spread the love

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. આજે બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કાર મારફત અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ લોકો તેમને મળવા ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા છે. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.

વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ હાજરી આપી. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઇને વટવા રામકથા મેદાને ભવ્ય તૈયારી કરવામાં આવી છે. બાબા માટે ખાસ આશન લગાવવામાં આવ્યું છે.

લોકોએ ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી
જોકે, બાગેશ્વર બાબા અમદાવાદ એરપોર્ટથી યજમાન અમરાઇવાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુગનીભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભોજન કર્યા બાદ વટવા રામકથા મેદાને રવાના થયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી હતી. તેમજ મોમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા.

ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા
ત્યાર પછી વટવા ખાતે ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઠાકુર દેવકીનંદન સાથે બપોરે ભોજન બાદ તેઓ ત્રણ વાગ્યે કથામાં હાજરી આપશે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિચોક ખાતે 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે જે મેદાન છે, ત્યાં કેટલીક જગ્યાએ રોડ-રસ્તા સરખા કરવાની જરૂરિયાત છે. એના પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.

AMC દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે
ગોતા વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અજય શંભુભાઈ દેસાઈએ કાર્યક્રમ સ્થળ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી રહી છે એ અંગેની જાણકારી મેળવી હતી. જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં કામગીરી કરવા માટે સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળ પર સાફસફાઈ તેમજ વિસ્તારમાં લાઈટો અને રોડ યોગ્ય રીતે બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.


Spread the love

Related posts

પ્રકોપથી રાહત મળશે 11મીથી ગરમીના:આજથી 2 દિવસ અમદાવાદનો પારો 43 ડિગ્રી રહેશે,રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે 3 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે

Team News Updates

ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે બાંયો ચડાવી:6300 સ્કૂલમાં પડતર પ્રશ્નોને લઈને 50 હજારથી વધુ કર્મચારી આંદોલનના માર્ગે, મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી લખશે પત્ર

Team News Updates

UNITED 18ના કાપડના ગોડાઉન ભડકે બળ્યું અમદાવાદના ચાંદખેડામાં ,ફાયરની 9 ગાડી દોડી ગઈ

Team News Updates