News Updates
AHMEDABAD

ઇન્ડિગો એરલાઇન્સનું સમર શેડ્યુલ જાહેર:31 માર્ચથી અમદાવાદથી ઔરંગાબાદની સીધી ફ્લાઇટ; બંને વર્લ્ડ હેરિટેજ સિટીની કનેક્ટિવિટી સાથે પ્રવાસી વધશે

Spread the love

અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં SGVP એરપોર્ટથી અનેક સીધી ફ્લાઈટો શરુ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ઔરંગાબાદની બંધ કરેલી ફ્લાઈટને પણ ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 માર્ચ, 2024થી આ ફ્લાઈટ શરુ થતા બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટીની સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે. તાજેતરમાં જ અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત અમદાવાદથી બેંગ્લોરની કનેક્ટિવિટી વધારવા માટે પણ વિસ્તારા એરલાઇન્સ દ્વારા 15 માર્ચથી દરરોજની બે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે બે વર્લ્ડ હેરિટેજ સિટી ઘૂમવાની સોનેરી તક
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત અજંતા ઈલોરાની ગુફાઓને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. આ બંને વર્લ્ડ હેરિટેજ સિટીની ભવ્ય સંસ્કૃતિને નિહાળવા ઈચ્છતા લોકો માટે સીધી ફ્લાઇટ ઉત્તમ સુવિધા બની રહેશે. આના પરથી એવુ પણ કહી શકાય કે, એક વર્લ્ડ હેરિટેજ સાઇટને અન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે જોડવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદને ‘ધ સિટી ઑફ ગેટ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અમદાવાદને પણ 12 દરવાજાઓનું શહેર કહેવામાં આવે છે. બંને શહેરોમાં ઘણી બધી સમાનતા પણ છે, જે પ્રવાસીઓને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવશે. મહત્વનું એ છે કે, ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન હોય છે તથા ઉનાળામાં શાળા અને કોલેજમાં પણ વેકેશન હોવાથી મોટાભાગના ગુજરાતીઓ ફરવા માટે દેશના અન્ય શહેરોમાં અથવા વિદેશમાં જાય છે. આ સમયે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ઔરંગાબાદની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

હવાઈ યાત્રામાં 1 કલાક 45 મિનિટ જેટલો સમય લાગશે
અમદાવાદથી ઔરંગાબાદની ફ્લાઈટ 31 માર્ચ, 2024 થી દરરોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક ટર્મિનલ પરથી સાંજે 5:00 વાગ્યે ઉડાન ભરીને 6:50 વાગ્યે ઔરંગાબાદ એરપોર્ટ પહોંચશે એટલે કે, અમદાવાદથી 1 કલાક 50 મિનિટના સમયમાં ઔરંગાબાદ પહોચી શકાશે તથા ઔરંગાબાદથી અમદાવાદ પહોંચવા માટે દરરોજ ઔરંગાબાદથી સાંજે 7:10 કલાકે ફ્લાઈટ ઉડાન ભરશે, જે 8:55 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે પહોચશે એટલે કે ઔરંગાબાદથી અમદાવાદ પહોચવા માટે 1 કલાક 45 મિનિટ જેટલો સમય થશે.


Spread the love

Related posts

બફારો સહન કરવો પડશે 4 દિવસ ગુજરાતવાસીઓએ,હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી

Team News Updates

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Team News Updates

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર

Team News Updates