અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડી હોવાની ઘટના બની છે. કાર ચાલક પોતાની કારને ખસેડતો હતો ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે આવ્યું જોકે કાર ચાલકને આ વાતનું ધ્યાન ન રહેતા ગાડી ચલાવી દેતા આ ઘટના બની છે. જેમાં બાળક કાર નીચે કચડાયું અને બાળકનું મોત થયું છે.
અમદાવાદમાં માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી હોવાની ઘટના બની છે. નહેરુનગરની કલાનિકેતન સોસાયટીમાં આ ઘટના ઘટી છે. મહત્વનું છે કે આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની જ બાળકીનું મોત થયું છે. પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી કચડી નાખી.
આ સમગ્ર ઘટનામાં અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટના પાછળ કોની ભૂલ છે. તેણે લઈને પણ તપાસ કરવામાં આવશે. ઘણી વર આવ્યા કિસ્સાઓ રાજ્યમાં સામે આવતા રહે છે. જેમાં ગરીબ પરિવારના બાળકો આવી ઘટનાનો ભોગ બનતા હોય છે. માતા પિતા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હોય છે અને બાળક રમી રહ્યું હોય છે. જે બાળક આઆવ્યા બેફામ કાર ચાલકોની અડફેટે આવે છે. અમદાવાદમાં બનેલી આ ઘટનામાં બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડન જ બાળકનું મોત થયું છે.
નેપાળી પરિવાર જે અમદાવાદ ખાતે રહેતો હતો. નેહરુનગર ખાતે સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા આ પરિવારની બાળકી ભાખોળિયા ભેર રસ્તા પર આવી ગઈ હતી. જે બાદ આ દુર્ઘટના બની હતી. જોકે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.