ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. ભારતમાં ઈ-ગેમિંગની સંભાવનાઓ અને પડકારોના સંદર્ભમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદીની આ ગેમર્સ સાથેની મીટિંગનો સંપૂર્ણ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન પીએમએ ગેમર્સ સાથે ગેમ્સને લઈને ઘણી ચર્ચા કરી હતી તેમજ આ દરમિયાન ગેમ પણ રહી હતી. જોકે આ બધાની વચ્ચે પીએ મોદીએ ગેમર્સને પુછ્યું હતુ કે તમે ગેમ રમતા જે શોર્ટ કોડનો ઉપયોગ કરો છો તેનો મતલબ શું હોય છે?
જ્યારે ગેમર્સને પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ગેમિંગ દરમિયાન કેટલાક શોર્ટ કોડનો ઉપયોગ કરે છે તો ગેમર્સ એ કહ્યું હા. જોકે આ સાથે પીએમ મોદીએ તે પણ કહ્યું તે એક ગેમર્સ જેમ શોર્ટ કોડ વાપરે છે તેવી જ રીતે તે પણ શોર્ટ કોડનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તેમણે એક શોર્ટ કોડ પણ કહ્યો P2G2 પ્રો પીપલ પીપલ ગુડ ગવર્નન્સ આ શબ્દનો પીએમ મોદી અવાર નવાર ઉપયોગ કરે છે.
જોકે આ પછી ગેમર્સ પણ ગેમિંગ દરમિયાન યુઝ કરતા કેટલાક ગેમિંગ કોડ જણાવે છે. જેમાં પહેલો શબ્દ હતો NOOB જેનો મીનિંગ થાય છે કે એ પ્લેયર જે સારું નથી રમતો. ત્યારે પીએમ મોદી કહે છે કે આ શબ્દને જો તે ચૂંટણી સભામાં બોલિશે તો તમે વિચારી લેશો કે હું કોના માટે બોલી રહ્યો છું. આ સાથે બેઠેલા ગેમર્સે બીજો એક શબ્દનો અર્થ જણાવ્યો, જે હતો GRIND એટલે કે તેનો અર્થ થાય વધુ મહેનત કરવી. આવી રીતે ગેમર્સે અનેક શોર્ટ કોડનો અર્થ પીએમને સમજાવ્યો હતો.
આ બાદમાં ગેમર્સે પીએમ મોદીને શોર્ટ નામ આપ્યું હતુ જે હતુ ‘NAMO OP’ નમો શબ્દથી પીએમ મોદીને પહેલાથી બધા ઓળખે છે જેમાં OP જોડવામાં આવ્યું જેનો અર્થ થાય છે કે ‘ઓવર પાવર’ આ અંગે ગેમર્સ કહે છે પીએમ મોદી ખુબ જ શક્તિશાળી છે આથી તેમને નમો ઓવર પાવર્ડનું નામ આપ્યું છે.