હાલ ઉનાળાના સમયમાં કેરીની આવક શરૂ થતી હોય છે. ગીરની કેસર કેરીની જેમ પોરબંદરના બરડા પંથકની કેસર કેરી પણ પ્રખ્યાત છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક જોવા મળી રહી છે. ખેડૂતોને કેરીના ભાવ પણ સારા મળી રહ્યા છે. હજુ ગીરની કેસર કેરીની આવક શરૂ થઇ નથી.
ગીરની કેસર કેરી પ્રખ્યાત છે. તેમ પોરબંદરના બરડા પંથકની કેસર કેરી પ્રખ્યાત છે. સામાન્ય રીતે એપ્રિલ માસના અંતમા કેસર કેરીની આવક જોવા મળતી હોય છે, પરંતુ પોરબંરદરના બરડા પંથકની કેસર કેરીની આવક વ્હેલી જોવા મળી રહી છે. બરડા પંથકના કાટવાણા, આદિત્યાણા, બિલેશ્વર, ખંભાળા અને હનુમાનગઢમાં કેરીના બગીચા આવેલા છે. હાલ બરડા પંથકની કેસર કેરીની આવક જોવા મળી રહી છે. પોરબંદરના યાર્ડમાં હાલ 400 કિલો બરડા પંથકની કેસર કેરીની આવક જોવા મળી રહી છે.
તેમનો 10 કિલોનો ભાવ રૂ. 900થી 1800 જેવો મળી રહ્યો છે. બરડા પંથકની કેસર કેરી રસદાર અને વજનદાર હોય છે. ગીરની કેસર કેરી કરતા બરંડાની કેસર કરીની માગ વધારે જોવા મળે છે. કેસર ઉપરાંત મહારાષ્ટ્રની રત્નાગીરીની પણ 200 કિલો જેવી આવક જોવા મળી રહી છે. તેમનો કિલોનો ભાવ રૂ. 120થી 170 જેવો જોવા મળી રહ્યો છે. પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતા કેરીના શોખીનો તેમની ખરીદી કરી રહ્યા છે.