પોરબંદરમાં શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સમર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં પાર્લર અને મહેંદી સહિતના મહિલા સબંધી કોર્સનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં પોરબંદરની બહેનોએ કેમ્પનો લાભ લીધોહતો. પાલિકા પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારીએ કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. મહીલા મંડળ દ્વારા આપેલી વિગતો મુજબ સમર ક્લાસની દીકરીઓ અને મહિલાઓ આગળ વધી પોતાની ખુદની આવક મેળવી આત્મનિર્ભર બની શકે છે. આ સમર કેમ્પમાં 25થી વધારે બહેનોએ ભાગ લીધો હતો.
જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીએ લગ્નની વર્ષગાઠ નિમિત્તે જરૂરીયતમંદ યુવાન મહેનત કરી અને રોજગારી મેળવી શકે તે માટે રોકડ રકમ તથા જરૂરીયાત મુજબનો માલ સમાન આપ્યો હતો માધુરીબેન ગોસ્વામીનું જણાવ્યું હતું કે, દાન ઘણી રીતે થઈ શકે ને સેવા પણ થઈ શકે. જો બની શકે તો આપણે જે જરૂરીયાતમંદ પરિવારો છે, કોઈ નાનો-મોટો વ્યવસાય ચાલુ કરવા માગે છે તો તેમને જરુરીયાત મુજબનો માલસમાન લઈ આપવો જેથી તે આત્મનિર્ભર બની શકે. આવી નવી પહેલ ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેને આગળ વધારવા માટે માધુરીબેન ગોસ્વામી તથા લોકો દ્વારા સાથ સહકાર પણ પ્રાપ્ત થાય એવી પ્રમુખ ભરતભાઈ ગોસાઈ દ્વારા અપીલ કરવામા આવી હતી.
ફેડરેશન(ઈન્ડિયા), છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ગેમ્સ 2024, માસ્ટર્સ ગેમ્સ એસોસિએશન(ગુજરાત) દ્વારા આયોજિત નેશનલ લેવલની ટેબલટેનિસ ટુર્નામેન્ટનું વિદ્યાનગર આણંદ મુકામે યોજાયી. જેમાં પોરબંદરના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ખાસ કરીને પોરબંદર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના ટ્રેઝરર અને અગાઉ પણ ઓપન ગુજરાત વેટરન્સ ટુર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ 60 પ્લસ કેટેગરીમાં મેળવેલ, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના તમામ ભાગ લેનાર ખેલાડીઓએ શાનાદર પ્રદર્શન બતાવ્યું છે.
જેમાં 1. 40 પ્લસ કેટેગરીમાં સિંગલ્સમાં સચિનભાઇ એરડાએ ગોલ્ડ મેડલ, 55 પ્લસ કેટેગરીમાં સિંગલ્સમાં પ્રશાંત દીક્ષિતે સિલ્વર મેડલ, 65 પ્લસ કેટેગરીમાંસિંગલ્સમાં સતિષભાઈ કોટેચાએ ગોલ્ડ મેડલ, 62 પ્લસ કેટેગરીમાં ડબલ્સમાં હેમંતકુમાર લાખણી અને સતિષભાઈ કોટેચાએ ગોલ્ડ મેડલ, 40 પ્લસ ડબલ્સમાંસચિન એરડા અને પ્રશાંત દીક્ષિતએ સિલ્વર મેડલ મેળવી પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું હતું.
સાંદીપનિના શ્રીહરિમંદિરમાં ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીલક્ષ્મીનારાયણ નારાયણ ભગવાન સહિત સૌ વિગ્રહોને 25 મણ કેરીનો ભોગ લગાવવામાં આવ્યો હતો. આ અવસરે શ્રીહરિ મંદિરમાં અનેક ભાવિકોએ આંબા મનોરથ દર્શનનો લ્હાવો લીધો હતો. આંબા મનોરથના દર્શનાર્થે આવનાર ભાવિકોને કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. શ્રીલક્ષ્મીનારાયણ નારાયણ ભગવાન સહિત સૌ વિગ્રહોને 25 મણ કેરીનો ભોગ અર્પણ કરવામા આવ્યો હતો. આંબા મનોરથના મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટી બજરંગલાલ તાપડિયાજીએ સેવા આપી હતી. ભાઈશ્રીએ બજરંગલાલ તાપડિયાજીને આશીર્વાદ આપ્યા હતા.