News Updates
PORBANDAR

Porbandar:ડોનીયરના હેલીકોપ્ટર વડે ઓપરેશન; ચોપાટી ખાતે રોબોટ, ડ્રોન, એરકાફ્રટ, શીપ,કુદરતી આફત સામે સૈના સજ્જ:સેનાની ત્રણેય પાંખની કવાયત પોરબંદરના દરિયા કિનારે 

Spread the love

પોરબંદરના અરબી સમુદ્ર કિનારે આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એચએડીઆરનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ કુદરતી આફતો સામે ભારતીય સેના તાત્કાલિક કેવી રીતે મદદ પહોંચાડે છે તેનો લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો.

ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાના પ્રમાણ વધતા જઇ રહ્યાં છે. કલાઇમેન્ટ ચેન્જના કારણે પોરબંદરના દરિયા કિનારા નજીક દર વર્ષે વાવાઝોડા ખતરો રહ્યો છે. કારણ કે ગત 2 વર્ષ પૂર્વે પોરબંદરમાં આવેલા વાવઝોડાએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ભારતીય સેના દ્વારા તારીખ 19 નવેમ્બના રોજ એચએડીઆરનો કાર્યક્રમ પ્રથમવાર પોરબંદરના દરિયા કિનારે આયોજન કરાયો હતો.

​​​​​​​એચએડીઆરનો મુખ્ય હેતુ દરિયાઈ તુફાનો સામે લોકોને કેવી રીતે તાત્કાલિકા ભારતીય સેના મદદે આવે છે. તેનું નિદર્શન પોરબંદરની ચોપાટી હજુર પેલેસ નજીક ભારતીય સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્રિવેદીના અધ્યક્ષતાને યોજાયો હતો. જેમાં ભારતીય સેનાના વાહનો, હેલીકોપ્ટર, રોબોટ, ડ્રોન તથા નેવી એરફોર્સના એરકાફ્રટ, નેવીની શીપ, બોટ, એરક્રાફટ, કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર, ડોનીયર વગેરે દ્વારા રાહત બચાવ કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાડોશી દેશોના ક્યા ક્યા દેશના પ્રતિનિધત્વ હાજર રહ્યાં હતા તે સેના દ્વારા મોડી સાંજે જાહેર કરવામાં આવશે. ચર્ચા મુજબ બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, થાઇલેન્ડ અને વિયેતનામ વગેરે દેશોના સેનાના તથા તે દેશના પ્રતિનિધ હાજર રહ્યાં હતા તેમ જાણાવા મળે છે.

પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલો એચએડીઆરના કાર્યક્રમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારતીય સેનાના આધુનિક સાધનો ઉપયોગ કરાયો હતો. પોરબંદર ચોપાટી ખાતે સૌપ્રથમ પાંચ પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. જેમાં હજુર પેલેસની ઇમારત ફસાયેલા લોકોનું બહાર કાઢવામાં આવ્યા બાદમાં તુફાન લીધે માર્ગ પર પુલ ડેમેજ થાય તેવું પ્રદર્શન સાથે આર્મી દ્વારા તાત્કાલિક નવો પુલ માત્ર ગણતરીનું મિનિટો બનાવી રાહત બચાવ પહોંચાડ્યા બાદમાં દરીયા કિનારા વાવાઝોડા લીધે નજીક વિસ્તારમાં મકાનો કે ઇમારતોના કાટમાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં દરિયામાં તણાયેલા નાગરિકર શીપ, બોટ અને હેલીકોપ્ટર વડે બચાવવનો ઓપરેશન યોજવામાં આવ્યો અને અંતમાં રેસ્ક્યૂ બાદ તાત્કાલિક સ્થળ મોબાઇલ હોસ્પિટલ બનાવાય જેમાં લોકો સારવાર અપાઇ તે પ્રકારના ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

173 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા પોરબંદર નજીક બોટમાંથી; કોસ્ટગાર્ડ, ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન

Team News Updates

કેસર કેરીના  ભાવઉનાળા કરતાં શિયાળામાં દશ ગણો:રૂ.10 હજારનું બોકસ વેચાયું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં,એક સપ્તાહમાં ત્રીજી વખત કેસર કેરીની આવક

Team News Updates

PORBANDAR:ખેડૂતોને કેરીના ભાવ પણ સારા મળ્યા;યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક જોવા મળી

Team News Updates