News Updates
BHAVNAGAR

10 થી 14 વર્ષના ટેનીસ રમતના ખેલાડીઓનો તાલીમ પસંદગી કેમ્પ યોજાશે,અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે

Spread the love

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા. ૨૫/૧૧/૨૦૨૪ થી ૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા. ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધીઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી- 9978971919 અને ઇ-મેઈલ આઈડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે.


Spread the love

Related posts

 Bhavnagar:કટલેરીની દુકાનમાં  વિકરાળ આગ 5 કલાકે કાબૂમાં આવી ભાવનગરમાં

Team News Updates

રાજસ્થાનથી મૃતદેહો વતનમાં લવાયા:દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગી, કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ, મહિલાઓએ છાજિયાં લેતા વાતાવરણમાં આક્રંદ છવાયું

Team News Updates

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Team News Updates