News Updates
BHAVNAGAR

Bhavnagar:વરતેજમાં સાડા ચાર વર્ષની બાળા ચોકલેટની લાલચ આપી 21 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યું

Spread the love

ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની સાડા ચાર વર્ષની માસુમ બાળકી સાથે તેના વિસ્તારમાં રહેતા શખ્સે ચોકલેટ આપી ઘરે બોલાવી શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીની માતા એ વરતેજ પોલીસ મથકમાં પોસકો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંધાલ જણાવ્યું હતું કે, ગઈકાલે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળપણ દુષ્કર્મની ઘટના સામે આવી છે, આ અંગે તેની માતાએ પોસકો હેઠળ ફરિયાદ નોંધાવી હતી, આરોપી અને ભોગ બનનાર બંને એક જ વિસ્તારમાં રહે છે, ગઇકાલે બપોરના સુમારે બાળા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ 21 વર્ષીય નરાધમે ચોકલેટ આપવામાં બહાને તેના ઘરે રમવા બોલાવે છે, એકલતા નો લાભ લઈ બાળા સાથે દુષ્કર્મ આચાર્યું હતું, બાદમાં બાળા રડતા રડતા પોતાના ઘરે આવે છે, અને પોતાની માતાને તમામ હકીકત વાકેફ કરતા તેની માતા દ્વારા પોલીસ ને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ માતાના નિવેદન આધારે વરતેજ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી, બાળાનું મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે પોલીસે આરોપી અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

 Bhavnagar:આખલે શિંગડે ભરવ્યા ભાવનગરમાં સ્કૂટર લઇને જતાં પૂર્વ મેયરને,ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Team News Updates

બાયોડીઝલના જથ્થા સાથે 23 લાખનો મુદ્દમાલ ઝડપાયો, 2 શખ્સોની ધરપકડ:નારી ચોકડી નજીક ભાવનગરમાં 

Team News Updates

લગ્નના 21 દિવસ પહેલા જ યુવકનું મોત:લગ્નની ખરીદી કરવા જતી સમયે જ અકસ્માત નડ્યો, લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડ્યો

Team News Updates