ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ મોંઘીબાની જગ્યા નજીક ડિગ્રી વગર દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તબીબને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. પોલીસનો કાફલો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સિહોરમાં આવેલ મોંઘીબાની જગ્યા વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા ઈમરાન ભીખુભાઈ રાઠોડ ઉ.મ.37ને ઝડપી લીધો હતો. પોલીસે જુદી જુદી એલોપેથીક દવાઓ તેમજ મેડિકલના સાધનો મળી કુલ રૂ.12,935 નો મુદ્દામાલ કબજે કરી બોગસ ડોક્ટર વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.