News Updates
ENTERTAINMENT

Entertainment:આયુષ્માન ખુરાના પર ન્યૂયોર્કમાં ડોલરનો વરસાદ!:એક્ટરની વાતે ફેન્સનું દિલ જીતી લીધું,કોન્સર્ટ રોકી કહ્યું- હું શું કરીશ આ પૈસાનું, તમે દાન કરી દો

Spread the love

આયુષ્માન ખુરાના અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો, ન્યુયોર્ક અને સેન જોસ જેવા શહેરોમાં પરફોર્મ કરી રહેલા એકટર-સિંગરને કોન્સર્ટ દરમિયાન ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ન્યૂયોર્ક કોન્સર્ટમાં એવી ઘટના બની જેની ચારેકોર ચર્ચા છે.

એક્ટર જ્યારે ન્યૂયોર્કમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે તેના એક ચાહકે દેશી અંદાજમાં તેના પર ડૉલર ફેંક્યા. જે રીતે ગામડાઓ અને શહેરોમાં કોઈ કાર્યક્રમ દરમિયાન કલાકાર પર નોટો ફેંકવામાં આવે છે, તેવી જ રીતે આયુષ્માન ખુરાના પર ડોલર ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ તેનું રિએકશન જોવા જેવું હતું. આયુષ્માન ખુરાનાએ તે જ ક્ષણે કોન્સર્ટ રોકાવ્યો અને તે પૈસા કોઈ ચેરિટીમાં દાન કરવા કહ્યું. આયુષ્માનની આ ક્લિપ વાઈરલ થઈ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

આયુષ્માન ખુરાનાએ પહેલા સ્ટેજ પર પડેલા તે ડોલરો તરફ જોયું અને પછી દર્શકો તરફ જોયું અને એક હળવી સ્માઈ આપી. આ પછી, આયુષ્માન ખુરાનાએ પ્રેમાથી ચાહકને કહ્યું, પાજી, આવું ના કરો યાર. મહેરબાની કરીને આ ન કરો. તમે તેને ચેરિટીમાં દાન કરી શકો છો અથવા બીજું કંઈક કરી શકો છો. મહેરબાની કરીને આ ન કરો. હું તમારા આ પ્રેમ ખૂબ જ ખુશ છું. કૃપા કરીને તમે કોઈને કીધાં વગર દાન કરી દો. હું આ પૈસાનું શું કરીશ? વીડિયો વાઈરલ થયા બાદ ચાહકોએ એક્ટરના ખૂબ જ વખાણ કર્યા હતા.

આયુષ્માનની યુએસ ટૂર આઠ વર્ષ પછી ઈન્ટરનેશનલ મંચ પર તેની વાપસી દર્શાવે છે. પાંચ શહેરોના પ્રવાસમાં શિકાગો, ન્યુયોર્ક, સેન જોસ, ન્યુ જર્સી અને ડલ્લાસનો સમાવેશ થાય છે.

આયુષ્માન મેડૉક ફિલ્મ્સની ‘થામા’માં જોવા મળશે, જે બ્લોકબસ્ટર હોરર-કોમેડી યુનિવર્સનો એક ભાગ છે. દિવાળી 2025માં રિલીઝ થવાની તૈયારીમાં રહેલી આ ફિલ્મ હોરર અને રોમાન્સનું મિશ્રણ છે.


Spread the love

Related posts

અશ્વિને તેની 100મી ટેસ્ટ મેચ સાથે ઈતિહાસ રચ્યો, આ સફળતા મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Team News Updates

AISHWARIYA-ABHISHEK બચ્ચનનાં મતભેદનાં આ હોઈ શકે છે, કારણો…

Team News Updates

વિરાટ કોહલીએ આઈપીએલમાં એક જ ટીમમાં રહી પુરા કર્યા 16 વર્ષ

Team News Updates