અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સી ઘોસ બોલાવી રહી છે. ગઇકાલે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પરા પાડ્યું હતું. એક બોટમાંથી બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે 28 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોની બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમની બજાર કિંમત રૂ. 600 કરોડ જેવી થવા જાઇ છે. ત્યાં કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા અરબી સમુદ્રમાંથી પસાર થતી એક બોટને શંકાના આધારે રોકી અને તેમની તલાશી લેતા તેમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા બન્ને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા આ વિગતો આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી બે દિવસથી નશીલા પર્દાથનો જથ્થો ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.