News Updates
AHMEDABAD

દ. ગુજરાત માટે 24 કલાકે ભારે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; દોઢ જ મહિનામાં સિઝનનો 85 ટકા વરસાદ ખાબક્યો

Spread the love

હવામાન વિભાગે આવનાર 5 દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારે ગણાવ્યા છે. આવનાર 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના સર્જાઈ રહી છે. આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ એકદમ શાંત રહેશે.. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. ભારે પવનના કારણે આવનાર 5 દિવસ માટે ફિશરમેનને પણ દરિયો ના ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે. દરિયાઈ સીમા સાથે જમીની સીમા પર પણ ભારે પવન રહેશે. હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો.

કલેક્ટરે ગઈકાલે નાગરિકોને બહાર ન નીકળવા અપીલ કરી
ગઈકાલે સુરતની મિંઢોળા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એના કારણે આસપાસના તમામ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા. વ્યારા હાઇ-વેનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ભારે વરસાદના કારણે છોટાઉદેપુરનું બોડેલી પણ જળમગ્ન થઈ ચૂક્યું હતું. અહીં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાનાં 39 ગામના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગઈકાલે નદીઓમાં પાણી ઉફાન પર હતા ત્યારે એને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

અમુક વિસ્તારોમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, જેમાં મોડી રાતથી જિલ્લાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકા પંથકમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે કરજણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા મેથી, સામરી, શામળ, કંથારિયા, રાનપુર, કોઠાવ, ગણપતપુરા અને ધનોરા ગામ સહિતનાં ગામોમાં પાણી ધસી આવ્યા.

અનેક ગામોનો સંપર્ક તૂટ્યો
ગઈકાલે સામરી ગામમાં આવવાના માર્ગ પર પાણી ભરાઇ જતાં પાડોશી ગામો શામળ અને કંથારિયા ગામથી એ સંપર્કવિહોણું થઇ ગયું હતું. ઉપરાંત મેથી અને કોઠાવ વચ્ચેના માર્ગ પર પણ પાણી ફરી વળતાં સવારે નોકરી-ધંધાર્થે જનારા લોકો અટવાઇ પડ્યા હતા. એ જ રીતે સીમડી અને રાનપુર ગામની વચ્ચેના રસ્તા પર પણ પાણી ભરાઇ ગયાં હતાં. ગણપતપુરાના રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં ગણપતપુરા અને ધનોરા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.


Spread the love

Related posts

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates

ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ; જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં; ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

Team News Updates

યુવતીને યુવતી સાથે જ ઓનલાઇન મિત્રતા ભારે પડી:અમદાવાદમાં મદદ કરવાના બહાને ઘરે રહેવા ગઈ, ઓનલાઈન ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરતી, ડ્રગ્સ પણ વેચતી

Team News Updates