News Updates
AHMEDABAD

પેપર લીક થતાં અટકાવવા મોટો નિર્ણય:ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા ઓનલાઈન લેશે, એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ આપશે

Spread the love

અવારનવાર બનતી પેપર લીકની ઘટના અને તેની સામે બદનામ થતી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીને કારણે હવે સરકાર પણ કંટાળી હોય તેમ લાગે છે. આ તમામ આક્ષેપોને પહોંચી વળવા માટે સરકારે નવો રસ્તો શોધવાની વિચારણા કરી હોવાની માહિતી મળી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી તમામ પરીક્ષા હવે ઓનલાઈન લેવામાં આવશે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન
મળતી માહિતી મુજબ, ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે પરીક્ષા અત્યાર સુધી માત્ર એક જ દિવસમાં લેવામાં આવતી હતી તેમાં પણ ફેરફાર કરીને એક કરતાં વધારે દિવસ સુધી પરીક્ષા લેવા માટેની વિચારણા ચાલી રહી છે. જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવામાં આવનાર છે, તેમાં સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે, પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે.

પેપરલેસ પરીક્ષાની કામગીરી ટીસીએસ કંપનીને સોંપાશે
એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારે કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે. જેની કામગીરી ટીસીએસ કંપનીને સોંપવામાં આવશે. આમ, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવવાને કારણે ગેરરીતિ કે પેપર લીક થવાના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં તેમ ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધીશો માની રહ્યા હોય તેમ લાગે છે.


Spread the love

Related posts

20 લાખ લઈ ફરાર અમદાવાદમાં યુવક ગોલ્ડ લોન્ડ ટ્રાન્ફર કરાવવાના બહાને 

Team News Updates

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates

22 વર્ષે દીકરાએ પિતાની મોતનું વેર વાળ્યું:પિતાના હત્યારા પર ગાડી ચડાવી દીધી; રાજસ્થાનથી બોલેરો કારમાં અમદાવાદ આવ્યો,હત્યાને અકસ્માતમાં ખપાવવા કારસ્તાન

Team News Updates