અમદાવાદમાં સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરાયુ છે. સાયન્સ સિટીમાં મ્યુઝિકલ ફાઉન્ટેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યુ છે. આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટીમીડિયા લેસર શો આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશનો સૌથી મોટો થીમ બેઝ્ડ મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શો શરૂ કરાયો છે. આ લેસર ફાઉન્ટેન શો 25 મિનિટનો રહેશે.
અમદાવાદ સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરવામાં આવ્યુ છે. સાયન્સ સિટીમાં મ્યુઝિકલ ફાઉન્ટેનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.
સાયન્સ સિટીમાં આ મ્યુઝિકલ ફાઉન્ટેન દેશનો સૌથી મોટો થીમ બેઝ્ડ મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શો છે. જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો.
આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શોનો સમયગાળો 25 મિનિટનો છે. જે અંતરિક્ષની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેને 1000થી વધુ દર્શકો નિહાળી શકશે.
મલ્ટી મીડિયા લેસર શઓમાં 50 મીટરનો સેન્ટ્રલ વોટર જેટ ફ્લો, 800 રંગબેરંગી લાઈટો, 15 થી વધુ વોટર પેટર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે.
સાયન્સ સીટી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી બદરના જણાવ્યા મુજબ દરરોજ એક લેસર ફાઉન્ટેન શોનું આયોજન થશે, જેના માટે ટિકિટના દર 90 રૂપિયા રહેશે.
25 મિનિટના આ શોમા 50 મીટર સુધી પાણી જોવા મળશે. અંતરિક્ષની થીમ પર બેઝ્ડ આ શોમં ગ્રહ, અવકાશ, અવકાશયાત્રી દર્શાવવામાં આવશે. આગામી દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ માટે આ મોટુ આકર્ષણ બનશે.