ગુજરાત યુનિવર્સિટીના વિદેશની કેટલીક યુનિવર્સિટી સાથે MOU થયા છે, જે અંતર્ગત USAની ડેલવર યુનિવર્સિટી સાથે પણ MOU થયા હતા. જે બાદ કુલપતિ નીરજા ગુપ્તાએ ડેલવર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આવતા વર્ષથી કોર્ષ શરૂ કરવાના નક્કી કરવામાં આવ્યું છે. ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના અલગ-અલગ કોર્ષ આવતા વર્ષના શૈક્ષણિક સત્રથી શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા USAની ડેલવર યુનિવર્સિટી સાથે MOU કરવામા આવ્યા છે. આ MOU બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ USAની ડેલવર યુનિવર્સિટીની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અલગ-અલગ કોર્ષ અંગે અભ્યાસ કર્યો હતો. હાલ કેટલા કોર્ષ ચાલુ કરવા? તે અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, જે 2025-26ના શૈક્ષણિક વર્ષથી શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી હશે. તે આ પ્રકારના MOU કરી ટ્વીન ડીગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના કોર્ષ વિદ્યાર્થીઓને ઓફર કરશે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે જેને ડેલવર યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. જેમાં અલગ-અલગ કોર્ષ ચાલુ કરવામાં આવશે. આ કોર્ષ ચાલુ થતાં હજુ એક વર્ષ જેટલી સમય થશે. ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના કોર્ષ ચાલુ કરવામાં આવશે. UG અને PGના કોર્ષ ચાલુ કરવા માટે નિર્ણય કરવામાં આવશે.