News Updates
AHMEDABAD

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:અમરેલી, જામનગર, વલસાડ, ભચાઉમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હાઇવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન

Spread the love

સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજ સવારથી જામગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં ખંભાળિયામાં સવાત્રણ, મેંદરડામાં અઢી, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે, આથી ઠેર-ઠેર પાણી ભરાયાં છે. અમરેલી અને જામનગર જિલ્લામાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડ અને ભચાઉમાં ભારે પવન સાથે ધોધામાર વરસાદ વરસતા હાઇવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
વલસાડમાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાઇ છે. વલસાડના રોલા અને ડુંગરી ગામમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. નેશનલ હાઇવે પર ભારે પવન સાથે વરસાદ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે એમ એમ એની અસર હવે તમામ જગ્યાએ દેખાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ
અમરેલી જિલ્લામાં દરિયાકિનારે રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરિયાકિનારાનાં ગામડાંમાં વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ વધુ વરસાદ પડે એવા સંકેતો જોવા મળી રહ્યા છે

આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ અને સુત્રાપાડાને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડાઆઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

કચ્છ જિલ્લામાં સવારથી વરસાદ જામ્યો
વાવાઝોડાની સૌથી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ભારે પવન ફૂંકાતાં રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં 125થી 135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.


Spread the love

Related posts

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે:ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના, 2024માં ચાર બેઠક ખાલી થશે

Team News Updates

AHMEDABAD:માસૂમનો ગયો જીવ,અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

Team News Updates

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates