રાજસ્થાન જયપુરના જેવેલ્સ રીસોર્ટ ખાતે ઈન્ડિયાસ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોની સિઝન 5મા રૂદ્રી આશિષકુમાર જોષીએ ભરતનાટ્યમ રજૂ કરીને ડાન્સ કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા જાહેર થઈ છે. આ શોમાં દેશભરમાંથી 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી રૂદ્રી આશિષકુમાર જોષીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું ભરતનાટ્યમ રજૂ કરી વિજેતા બની છે.
રૂદ્રી જોષીએ તેના કલાગુરુ ચક્ષુબેન શાહ પાસેથી તાલીમ મેળવી હતી. તેને સતત 3 મહિનાના પુરુષાર્થ બાદ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રૂદ્રીએ ગ્રાન્ડ ફાઈનલમાં ગણેશવંદના અને શિવ શિવ શંકર ગીત પર ભરતનાટ્યમ નૃત્ય કરી નૃત્યને અલૌકાક રુપ આપ્યું છે. આ સ્પર્ધા માટે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા રાજ્યભરમાંથી 3000 જેટલા ઓડિશન લેવાયા હતા. જેમાંથી અમદાવાદ ખાતે રૂદ્રી જોષીએ ઓડિશન આપ્યું હતું અને તે આ સ્પર્ધા માટે સિલેક્ટ થઈ હતી.
રાજસ્થાન જયપુરના જેવેલ્સ રીસોર્ટ ખાતે ઈન્ડિયાસ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોની સિઝન 5ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું હતું. જેમાં સિનિયર ડાન્સ કેટેગરીમાં રૂદ્રીએ ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. જેમાં તે રાષ્ટીય કક્ષાએ વિજેતા જાહેર થઈ છે. જેથી હવે તે ભરતનાટ્યમ નૃત્ય શૈલીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાની ઈચ્છા ધરાવે છે. રૂદ્રીએ ફાર્મ ડી (ડોક્ટર ઓફ ફાર્મસી) અને ભરતનાટ્યમમાં બી.એ. વિશારદ ડિસ્ટીકશન સાથે પાસ કર્યું છે.