News Updates
GUJARAT

નવો પ્રોજક્ટ Suzuki અને Banas Dairy નો, કરશે શરૂઆત  5 બાયો CNG પ્લાન્ટની

Spread the love

બનાસ ડેરી હવે સુઝુકી મોટર્સ અને એનડીડીબી સાથે મળીને બાયો સીએનજી પ્લાન્ટ શરુ કરવામાં આવનાર છે. બનાસ ડેરીએ પ્રથમ પ્લાન્ટ શરુ કર્યો હતો. જે બાદ હવે એનડીડીબી અને સુઝુકી કંપની સાથે મળીને આ પ્લાન્ટ શરુ કરવામાં આવનાર છે. પાંચ જેટલા બાયો સીએનજી પ્લાન્ટ અઢીસો કરોડના ખર્ચે શરુ કરવામાં આવશે.

બનાસ ડેરી દ્વારા એક નવુ સાહસ હાથ ધરવામાં આવ્યું છે. બનાસ ડેરી હવે સુઝુકી મોટર્સ અને NDDB સાથે મળીને બાયો CNG પ્લાન્ટ શરુ કરવામાં આવનાર છે. બનાસ ડેરીએ પ્રથમ પ્લાન્ટ શરુ કર્યો હતો. જે બાદ હવે NDDB અને સુઝુકી કંપની સાથે મળીને આ પ્લાન્ટ શરુ કરવામાં આવનાર છે. પાંચ જેટલા બાયો CNG પ્લાન્ટ અઢીસો કરોડના ખર્ચે શરુ કરવામાં આવશે. જેનાથી પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની જાળવણી મદદરુપ થશે.

બનાસ ડેરી પાંચ વર્ષથી બાયો CNG ગેસ બનાવે છે. આ સફળતા બાદ હવે વધુ પાંચ પ્લાન્ટ તૈયાર કરવામાં આવનાર છે એમ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતુ. દીયોદરના સણાદરથી આ પ્લાન્ટની શરુઆત કરાવવામાં આવનાર છે. આ માટે સુઝુકી કંપની સાથે MOU કરવામાં આવ્યું છે. આ માટે સુઝુકી કંપનીના વડા તોશીહીરો સુઝીકી પણ બનાસકાંઠાની મુલાકાતે શુક્રવારે આવનાર છે. જેઓ દામા સ્થિત બાયોગેસ પ્લાન્ટની મુલાકાત કરશે. સાથે જ પાલનપુર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસીંગ પ્લાન્ટની પણ મુલાકાત કરશે.


Spread the love

Related posts

વરસાદ અને તોફાનનો બીજો રાઉન્ડ ગુરુવારે પૂર્વી આયોવા તરફ આગળ વધશે, હવામાન વિભાગે કરી આગાહી

Team News Updates

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ! દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Team News Updates

ગોલમાલ: ૫ વર્ષ પૂર્વે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપનાર આપ નેતા ગોપાલ ઈટાલીયાને પ્રમોશન??

Team News Updates