દિવાળીના સમયે દરમિયાન ફટાકડાના વેપારીના ત્યાં કે પછી ગોડાઉનમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનામાં આજુબાજુના મકાનો કે દુકાનોને પણ અસર થતી હોય છે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુસર કેટલીક અંશે આગને શરૂઆતના તબક્કે જ કંટ્રોલમાં લઈ શકાય તે માટે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે
આ વર્ષે દિવાળીની ઉજવણીને લઈ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટીમેઝર્સ એક્ટ 2013- 2014, 2016 તથા સુધારા વિધેયક 2021 માં કરવામાં આવેલ જોગવાઈઓ અંતર્ગત ફાયર સેફ્ટીના કાનૂની નિયમો અંતર્ગત ફટાકડાંના ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરનાર તમામ એકમોએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીના પગલાઓ લેવા જણાવવામાં આવ્યું છે.
ફટકડાંનાં છૂટક વેચાણ માટે આપવામાં આવનાર ફાયર સેફ્ટી સટીફિકેટ (ફાયર NOC) માટે આગ-અકસ્માતના રક્ષણહેતુ અને નિયમો પાળવા જરૂરી ગણવામાં આવ્યા છે. જે અહીં નીચે આપવામાં આવ્યા છે.
- રેતીની ભરેલી 3 થેલીઓ અથવા રેતી ભરેલી 6 ગોડાઉન કે દુકાનમાં મૂકવાની રહેશે.
- પાણીની ૦4 ડોલ ભરીને રાખવાની રહેશે
- કટાકડાના વેચાણની જગ્યાએ કોઇપણ પ્રકારનું શોર્ટ સર્કિટ થાય તેવું ઇલેક્ટ્રીકલ વાયરીંગ રાખવું નહી. પી.વી.સી. પાઇપમાં જ વાયરીંગ કરવાવું ફરજિયાત. ઇલેક્ટ્રીક વાયરીંગ લૂઝ ટેપ જોઇન્ટ ચલાવવામાં નહી આવે. વધારે ગરમી પેદા કરે તેવી હેલોજન લાઇટો રાખી શકાશે નહી, કરવામાં આવેલ ઇલેકટ્રીક વાયરીંગ ઉપર જરૂરી કેપેસિટીના ઇ,એલ.સી.બી. તથા એમ.સી.બી. જેવા જરૂરી સર્કિટ બ્રેકરો લગાવવાના રહેશે. ઇલેક્ટ્રીક લાઇટની આજુ-બાજુ લૂઝ કાર્ડ ડેકોરેશનનો સામાન કે તોરણો જેવી વસ્તુ લાઇટને અડી સળગી ઉઠે તેવી રીતે રાખી શકાશે નહી.
- ફટાકડાના કોઇ પણ પ્રકારના વેચાણ કે સંગ્રહ રહેણાક વિસ્તારમાં કરી શકાશે નહી.
- ફટાકડાં વેચાણની દુકાન, ગોડાઉન, કે ફેક્ટરીની આગળ આવવા-જવાનો માર્ગ કોઇપણ જાતના અવરોધ વગર કાયમી ધોરણે ખુલ્લો રાખવાનો રહેશે.
- ફટાકડાનું અધિકૃત રીતે વેંચાણના સ્થળે અન્ય કોઇ છૂટક પાથરણા કરીને ફટાકડાનું વેચાણ થાય નહી તેની તકેદારી રાખવી.
- કાકડાનું છૂટ્ઝવેચાણ, કાયમી વેચાણ, સંગ્રહ ઉત્પાદન અંગેનું પાછલાં વર્ષમાં આપવામાં આવેલ છેલ્લું ફાયર સેફ્ટી સટીફિકેટ તથા લાયસન્સ તેમજ જો મેળવવાપાત્ર પરિસ્થિતિમાં એક્સપ્લોઝિવ ખાતાનું છેલ્લું પ્રમાણપત્ર-મંજુરીની નોટરી દ્વારા પ્રમાણિત કરેલ જરૂરી તમામ નકલો અરજી સાથે ફરજીયાત બિડવાની રહેશે.
- અ, 20માં જણાવ્યા અનુસાર સ્થળ ઉપરની જગ્યાએ પોલીસ અધિનિયમ હેઠળ જગ્યાની મર્યાદા મુજબ એક્સપ્લોઝીવ ડીપાર્ટમેન્ટ તથા પોલીસની સક્ષમ સત્તા દ્વારા મંજુર કરેલ માત્રામાં જ દારૂખાનું રાખવાનું રહેશે. મંજુર કરેલ માત્રા કરતા વધુ માત્રામાં દારૂખાનાનો જથ્થો રાખવો નહી.
- ફટાકડાનું વેચાણ ચાલે તેટલા સમય ફટાકડા સિવાય અન્ય કોઇપણ સરસામાન રાખવો નહી.
- ડ્રાય કેમીકલ પાવડર એસીંગ્યુસર 56 KG ના નંગ મૂકવાનારહેશે.
- ફટાકડાના વેચાણ વાળી જગ્યાની બહાર કોઇપણ માત્ર સામાન રાખવો નહી તથા ફટાકડાનું વેચાણ દુકાનની અંદર જ કરવાનું ફરજીયાત રહેશે.
- હંગામી ધોરણે ફટાકડાના વેચાણ માટે ફાયરખાતા તરફથી સુચિત કરવામાં આવેલ નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે અને જો આ નિયમોનું ઉલ્લંઘન એન.ઓ.સી. ઇશ્યુ કર્યા બાદ માલૂમ પડશે તથા જણાશે તો ફાયર ખાતા તરફથી આપવામાં આવેલ એન.ઓ.સી. રદ કરવામાં આવશે.
- ફટાકડાના વેચાણની જગ્યાએ લગાવવામાં આવેલ ઓટોમેટીક સ્પીલર સીસ્ટમ, ઑટો મોડ્યુલર તથા મેન્યુઅલ ફાયર એક્ટ્રીન બુશર કાર્યરત રાખવાના રહેશે.
- આપને ત્યાં ફટાકડાના લાયસન્સ માટે કરવામાં આવેલ અરજીમાં જણાવેલ ફટાકડાના વેચાણ માટે મંજુર કરેલ જથ્થા કરતા વધારે ફટાકડાનો જથ્થો મળી આવશે તો તાત્કાલીક અસરથી ફાયર સેફ્ટી સર્ટીફિકેટ રદ કરવામાં આવશે અને કાનુની રાહે શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી આપની સામે કરવામાં આવશે.
- ફટાકડા વેચાણના સ્થળે આગ અકસ્માતની સલામતી માટે ફીટ કરવામાં આવેલ ફાયર સ્પ્રીલર સીસ્ટમ તથા સેલ્ફ એક્ટીવેટેડ ઓટો મોડ્યુલર ટાઇપ તથા મેન્યુઅલ ટાઇપ ફાયર એંટીંગ્યુશર બંધ હાલતમાં જણાશે તેવા સંજોગોમાં પણ ફટાકડા વેચાણ માટેનું એન.ઓ.સી. તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે.
- ફટાકડા વેચાણના આપના ધંધાના સ્થળે અકસ્માતની સલામતી માટે ફીટ કરવામાં આવેલ ફાયર સ્પ્રીલર સીસ્ટમ તથા સેલ્ફ એક્ટીવેટેડ ઓટો મોડ્યુલર ટાઇપ તથા સેલ્ફ મેન્યુઅલ ટાઇપ ફાયર એલટીસ્પુશર બંધ હાલતમાં જણાશે તેવા સંજોગોમાં આગ અકસ્માતની કોઇ પણ ઘટના બની કે કોઇપણ વ્યક્તિને ઇજા કે જાનહાની કરશે તેની તમામ નૈતિક અને કાનુની જવાબદારી ફટાકડા વેચાણનો ધંધો કરનાર સંબંધિત જેતે માલિક કબજેદારની રહેશે.
- ઉપરોક્ત કોઈ પણ શરતોનો ભંગ કરેલ રૂબરૂ સ્થળ તપાસમાં જ્યારે જ્યારે પણ જણાય આવશે ત્યારે આપને આપવામાં આવેલ ફટાકડા વેચાણ કરવાનું NOC પ્રમાણપત્ર કોઇ પણ જાતની ખુલાસાની તક આપ્યા વગર તાત્કાલિક અસર થી રદ કરવામાં આવશે.
- ફટાકડા વેચાણ માટે આવેલ અરજીના અનુસંધાનમાં જણાવેલ સ્થળ ઉપર આગ અકસ્માતની સલામની હેઠળ આપને જણાવેલ નિયમો શરતોનો ભંગ થશે અથવા આપની બેદરકારીને કારણે કોઈપણ આગ અકસ્માતની ઘટના બનશે તે સમયે થનાર ઈજાજાનહાનિ એ આર્થિક નુકસાનની સંપુર્ણ કાનૂની અને નૈતિક જવાબદારી આપની એટલે કે ફટાકડા વેચાણ માટે અરજી કરનાર અરજદારની રહેશે.
- ફટકડા વેચાણ માટે આપવામાં આવેલ NOC પ્રમાણપત્રના અનુસંધાનમાં આગ અકસ્માતની સલામતી હેતુસર નિયમો અંતર્ગત જણાવેલ શરતોનું પાલન કરવાની લેખિત બાંહેધરી રૂપિયા 300⟩- ના સ્ટેમ્પ પેપર ઉપર ફોટા નોટરી કરીને આપવાની રહેશે
- ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટીફિકેટની નક્કી કરવામાં આવેલ સમય મર્યાદા સિવાય ફટકડાનો કોઇ પણ પ્રકારે વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનાર માલિક કે તેના જવાબદાર સંબંધિતો સામે કાનૂની રાહે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જે અંગે ઉભી થનાર તમામ વિસંગતતા, જવાબદારીઓ બાબત જે-તે માલિકની કાનૂની અને નૈતિક જ્વાબદારી રહેશે.