News Updates
AHMEDABAD

Ahmedabad: માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું,કરિયાણું લેવા આવેલી ,એકની ધરપકડ

Spread the love

અમદાવાદમાં ફરી એક વખત માનવતાને શર્મશર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્વસ્થ યુવતી સાથે અપહરણ અને બળાત્કારની ઘટના બની છે. ઘટનાની ફરિયાદ નોંધીને પોલીસે બંને આરોપીઓને શોધી નિકાળવા માટે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કરિયાણું લેવા આવેલી માનસિક અસ્વસ્થ યુવતી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે. બે મિત્રોએ અપહરણ કરી એક યુવકે બળાત્કાર કર્યા હોવાની ઘટના સામે છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની માતાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અપહરણમાં મદદ કરનાર અન્ય મિત્રનીપોલીસે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં ફરી એક વખત માનવતાને શર્મશર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્વસ્થ યુવતી સાથે અપહરણ અને બળાત્કારની ઘટના બની છે. ઘટનાની ફરિયાદ નોંધીને પોલીસે બંને આરોપીઓને શોધી નિકાળવા માટે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતી ગત 12 તારીખે પોતાના ઘરની બાજુની કરિયાણાની દુકાનમાં કરિયાણું લેવા આવી હતી ત્યારે ત્યાં ઉભેલા બે મિત્રો યુવતીને લલચાવી ફોસલાવી એકટીવા પર બેસાડી અપહરણ કરી આઇ.જી.પી કમ્પાઉન્ડમાં અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીએ પોતાના ઘરે જવાનું કહેતા બંને મિત્રોએ યુવતીને માર મારી ચૂપ કરી હતી. જે બાદ એક યુવક એકટીવા લઇને નીકળી ગયો હતો. જ્યારે બીજા યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ યુવતીના પરિવારને થતાં યુવતીની માતાએ બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બળાત્કાર કરનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જ્યારે યુવતી કરિયાણું લેવા આવી હતી ત્યારે બંને મિત્રો ત્યાં ઊભા હતા અને યુવતીને લલચાવી રાજેશ અને તેનો મિત્ર અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જે બાદ યુવતીને બંને મિત્રોએ માર માર્યો હતો અને બાદમાં રાજેશ દ્વારા યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

હાલતો પોલીસે બળાત્કાર કરનાર મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી છે. જ્યારે તેના મિત્ર અંગે પૂછપરછ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ આરોપીઓના ગુનાહીત ઇતિહાસ પણ ચકાસી રહીં છે અને અન્ય કોઈ આ ઘટનામાં.સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Spread the love

Related posts

‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:તેજસ્વી યાદવનો ઇન્ટરવ્યૂ લેનાર ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર તરફથી પ્રતિનિધિએ સર્ટિફિકેટ સાથે ઓરિજનલ સીડી જમા કરાવી, વધુ સુનાવણી 23 જૂને

Team News Updates

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates

વિશ્વની સૌથી મોટી ધજા,1,352 ધજા ચડાવી ,ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ચડાવાઈ  ભક્તોએ ધન્યતા અનુભવી 

Team News Updates