News Updates
AHMEDABAD

ભાજપે નામની જીદ પડતી મૂકી!:અમદાવાદ શહેરનું નામ બદલીને જો કર્ણાવતી થાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો ગુમાવવો પડે : સાંસદ હસમુખ પટેલ

Spread the love

અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વિવાદ સતત ચાલતો આવે છે. અનેકવાર નામ બદલવાની માંગ ઉઠી છે. પરંતુ આખરે હવે ભાજપના નેતાઓએ આજે અમદાવાદનું કર્ણાવતી નામ કેમ ન કરવા, બદલવા પાછળ અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે. ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે અમદાવાદમાં કેન્દ્રમાં મોદી શાસનના 9 વર્ષના ઉપલક્ષમાં મીડિયા સમક્ષ આ વાત કરી હતી.

અમદાવાદ નામ સ્વીકારી લીધું: સાંસદ હસમુખ પટેલ
સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાની જીદ અને માંગ ભારતીય જનતા પાર્ટીની જ હતી. વર્ષ 1995થી 2000માં કર્ણાવતી નામ કરવાની દરખાસ્ત મુકાઈ હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2005માં અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મળે, પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે તેના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે, હાલ નવી કોઈ માંગ નથી

વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાનું ડોઝિયર
ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંનેએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી, જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેથી આ શહેરનું નામ બદલી અને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવો પડી શકે છે.

દરજ્જો મેળવવા કરેલા ડોઝિયરમાં કર્ણાવતી નામ નહીં
વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે બનાવવામાં આવેલા ડોઝિયરમાં અમદાવાદ શહેર નામ લખ્યું છે. યુનેસ્કોમાં મોકલવામાં આવેલા ડોઝિયરમાં ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી રાખવામાં આવે તો અમદાવાદ શહેરનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે, જેથી હવે કર્ણાવતી નામની વાતનો આખો છેદ ઉડી ગયો છે. અમદાવાદ શહેરની ઓળખ ગુમાવવાના ભોગે ભાજપના નેતાઓ હવે કર્ણાવતી નામ કરવા ઈચ્છતા નથી.


Spread the love

Related posts

લોથલમાં રૂ.4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે

Team News Updates

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Team News Updates

લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, પોલીસની લેવી પડશે પરવાનગી

Team News Updates