ખેડૂતોને રાહત આપતા, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે BSNLના રિવાઈઝલ માટે 89,047 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મગની દાળનો લઘુત્તમ ટેકાના ભાવ સૌથી વધુ 10.4%, મગફળી 9%, તલ 10.3%, ડાંગર 7%, જુવાર, બાજરી, રાગી, અરહર દાળ, અડદની દાળ, સોયાબીન, સૂર્યમુખીના બીજમાં લગભગ 6-7%નો વધારો કરવામાં આવ્યો છે.
કયા પાકની MSP કેટલી હતી?
પાક | MSP 2022-23 (રૂ.માં) | MSP 2023-24 (રૂ.માં) | MSP કેટલો વધ્યો (રૂ. માં) |
ડાંગર (સામાન્ય) | 2040 | 2183 | 143 |
ડાંગર (A ગ્રેડ) | 2060 | 2203 | 143 |
જુવાર (હાઇબ્રિડ) | 2970 | 3180 | 210 |
જુવાર (માલદાંડી) | 2990 | 3225 | 235 |
બાજરી | 2350 | 2500 | 150 |
રાગી | 3578 | 3846 | 268 |
મકાઈ | 1962 | 2090 | 128 |
તુવેર | 6600 | 7000 | 400 |
મૂંગ | 7755 | 8558 | 803 |
અડદ | 6300 | 6950 | 350 |
મગફળી | 5850 | 6377 | 527 |
સૂર્યમુખી | 6400 | 6760 | 360 |
સોયાબીન | 4300 | 4600 | 300 |
તલ | 7830 | 8635 | 803 |
રામતીલ | 7287 | 7734 | 447 |
કપાસ (મિડલ મુખ્ય) | 6080 | 6620 | 540 |
કપાસ (લોન્ગ સ્ટેપલ) | 6379 | 7020 | 640 |
તુવેર દાળની MSP રૂ.400 વધી
કેન્દ્રીય કેબિનેટે મકાઈ અને કઠોળના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને પણ મંજૂરી આપી છે. તુવેર દાળના MSPમાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને અડદની દાળના MSPમાં 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પછી હવે તુવેર દાળની MSP વધીને 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને અડદની દાળની MSP વધીને 6,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. આ સાથે, મકાઈના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 128 રૂપિયા અને ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
BSNLના રિવાઈઝલ માટે રૂ. 89,047 કરોડનું પેકેજ મંજૂર
આ સિવાય સરકારે BSNLના પુનર્જીવન માટે 89,047 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. કંપની આ પેકેજનો ઉપયોગ 4G અને 5G સેવાઓ શરૂ કરવા, બેલેન્સ શીટને મજબૂત કરવા અને ફાઈબર નેટવર્કને વિસ્તારવા માટે કરશે.
અગાઉ, ગયા વર્ષે જુલાઈ 2022માં, સરકારે BSNLના પુનર્જીવન માટે 1.64 લાખ કરોડના પેકેજને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તે સમયે કહ્યું હતું કે આ પેકેજ BSNLને 4Gમાં અપગ્રેડ કરવામાં મદદ કરશે. આ સાથે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સાથે મર્જ કરવામાં આવ્યું છે.