News Updates
AHMEDABAD

અમદાવાદ ખાતે GICEA દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો

Spread the love

અમદાવાદ ખાતે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ધી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ (GICEA) દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો હતો.

અમદાવાદ ખાતે યોજાયેલા સમારોહમાં સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેકચર જેવા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા 83 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.

આ તમં માંથી 41 જેટલા ગોલ્ડ મેડલ સ્નાતક સ્તરે જ્યારે 37 જેટલા મેડલ અનુસ્નાતક સ્તરે જ્યારે 5 જેટલા ગોલ્ડ મેડલ ડિપ્લોમા સ્તરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અપાયા હતા.

જેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં 63 મેડલ, આર્કિટેક્ટ વિભાગમાં 17 અને અર્બન પ્લાનિંગ વિભાગમાં 3 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ તમામ વિદ્યાર્થીઓ રાજ્યની વિવિધ 33 જેટલી યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયેલા છે.

રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

ખાસ કરીને સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બર્જોર મહેતા, બકેરી ગ્રૂપના ડાયરેકટર પાવન બકેરી, GICEAના પ્રેસિડેન્ટ બકુલ દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ દીપક પટેલ, અપૂર્વ ઠાકરશી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Related posts

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત:નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા

Team News Updates

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Team News Updates

વર્લ્ડ કપની મેચ જોવા જાવ છો તો હવે પાર્કિંગ માટે નહીં જવું પડે દૂર, સ્ટેડિયમની આસપાસ જ કરાઈ પાર્કિંગની વ્યવસ્થા

Team News Updates