અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જોવા મળી હતી.અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ખરાબ રસ્તાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા હતા. તો કેટલાક વાહનોની તો નંબર પ્લેટ પણ નીકળી ગઇ હતી. રસ્તા પર પડેલી લગભગ 50 જેટલી નંબર પ્લેટ એક સ્થાનિકે એકત્ર કરી લોકોને લઈ જવા અપીલ કરી હતી.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે (Rain) ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જોવા મળી હતી.અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ખરાબ રસ્તાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા હતા. તો કેટલાક વાહનોની તો નંબર પ્લેટ પણ નીકળી ગઇ હતી. રસ્તા પર પડેલી લગભગ 50 જેટલી નંબર પ્લેટ એક સ્થાનિકે એકત્ર કરી લોકોને લઇ જવા અપીલ કરી હતી.
છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વાહન ચાલકો માટે કફોડી સ્થિતિ સર્જાઇ હતી. રસ્તા પર ભરાયેલા પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. લગભગ 50થી વધુ વાહનોની નંબર પ્લેટ નીકળી ગઇ હતી. જો કે આ જ વિસ્તારમાં રહેતા એક જતીનભાઇ નામના વ્યક્તિએ આ નંબર પ્લેટ એકઠી કરીને એક વીડિયો બનાવીને લોકોને તેમની નંબર પ્લેટ લઇ જવા અપીલ કરી હતી.
જતીન નાયક નામના વ્યક્તિ આ જ વિસ્તારના સેવી સ્વરાજ નામની સોસાયટીમાં રહે છે. તેઓ રોજ સવારે મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે. ત્યારે આજે પણ તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. આ સમયે તેમણે રસ્તા પર ઘણી બધી નંબર પ્લેટ પડેલી જોઇ હતી.તેમના ધ્યાનમાં આ બાબત આવતા તેમણે આ તમામ નંબર પ્લેટને ધોઇને ગોદરેજ ગાર્ડન સિટીના જ એક ક્લસ્ટરમાં મુકી હતી અને તેનો એક Video પણ બનાવ્યો હતો.તેમણે નંબર પ્લેટ જેની પણ હોય તેને લઇ જવા Videoમાં અપીલ કરી હતી.
જતીન નાયકની કારની નંબર પ્લેટ પણ ગત વર્ષે આ જ રીતે પડી ગઇ હતી.બાદમાં આ નંબર પ્લેટ ફરી પોતાના વાહનમાં લગાવવા માટે RTOના નિયમોને લઇને હેરાન થયા હતા.ત્યારે બીજા લોકોને પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તેમણે Video બનાવી લોકોને પોતાની નંબર પ્લેટ લઇ જવા જણાવ્યુ છે. એટલુ જ નહીં વહેલી સવારે કચરો એકત્ર કરવા લારી લઇને આવેલી એક મહિલાએ આ તમામ નંબર પ્લેટ ભંગાર રુપે લઇ લીધી હતી. જો કે જતીનભાઇએ તેમને નાણાં ચુકવી તમામ નંબર પ્લેટ પરત મેળવી હતી અને સેવાનું કામ કર્યુ હતુ.