News Updates
AHMEDABAD

ફોન બચાવવા જતાં મુસાફર નીચે પડ્યો, શાહીબાગ પાસે દોડતી વલસાડ-વડનગર ઇન્ટરસિટીથી સ્નેચરોએ મોબાઈલ ઝૂંટવ્યો

Spread the love

ગુજરાતમાં મોબાઈલ સ્નેચિંગ અને ચેઈન સ્નેચિંગની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમાં ખાસ કરીને ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોના મોબાઈલ ઝૂંટવાઈ જવાની ઘટનાઓ વધી રહી છે. વડોદરાથી મહેસાણા જતી ટ્રેનમાં એક મુસાફર દરવાજા પાસે ઊભો હતો અને શાહીબાગ અન્ડરબ્રિજ નીચે ઉભેલા બે ઈસમોએ મુસાફરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવ્યો હતો. જેથી મુસાફરનું બેલેન્સ ખસી જતાં તે નીચે પડી ગયો હતો. આ ઈસમો મોબાઈલ લઈને ફરાર થઈ ગયાં હતાં. મુસાફરે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સોહિતગીરી હાલોલ ખાતે રહે છે અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેણે અમદાવાદ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ગત બીજી જૂનના રોડ વલસાડ-વડનગર ઇન્ટરસિટી ટ્રેનના આગળના જનરલ કોચમાં બેસી વડોદરાથી મહેસાણા જવા માટે મુસાફરી કરતો હતો. આ ટ્રેન સવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડી હતી. આ દરમિયાન ફરિયાદી સોહિત વોશરૂમ જવા માટે ગયો હતો અને પરત આવતાં તે ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો. તેણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ટ્રેન ધીમી થઈને શાહીબાગ અંડરબ્રિજ પાસે પહોંચી હતી.

બે ઈસમોએ તેમના હાથમાંથી મોબાઈલ ખેંચ્યો હતો. આ દરમિયાન ફરિયાદી મુસાફરનું સંતુલન ખસી જતાં તેઓ નીચે પડી ગયાં હતાં. ત્યાં ચાલતા રાહદારીઓએ 108ને ફોન કરીને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યાં હતાં. બે ઈસમોએ તેમનો 17 હજારની કિંમતનો મોબાઈલ ફોન સ્નેચિંગ કરીને ભાગી ગયાં હતાં. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

 10 હજાર કરોડની છે યોજના ન્યુયોર્ક જેવો ટાવર સિંધુ ભવન ખાતે બનશે,અમદાવાદને મળશે નવું નજરાણું

Team News Updates

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates