News Updates
ENTERTAINMENT

રતન ટાટાએ ખોટા સમાચારોનું ખંડન કર્યું:કહ્યું- ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી, વોટ્સએપ ફોરવર્ડ અને વીડિયો પર વિશ્વાસ ન કરો

Spread the love

ઉદ્યોગપતિ રતન ટાટાએ સોમવારે નકારી કાઢ્યું હતું કે તેમણે ICCને કોઈ સૂચન કર્યું હતું અથવા કોઈ ખેલાડીને ઈનામની જાહેરાત કરી હોય. તેમણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ (ટ્વીટર) પરથી ટ્વીટ કર્યું, મેં કોઈપણ ખેલાડીને પેનલ્ટી કે ઈનામ આપવા અંગે આઈસીસી અથવા કોઈપણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈ સૂચન આપ્યું નથી.

ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી. કૃપા કરીને આવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયો પર વિશ્વાસ કરશો નહીં સિવાય કે તે મારા સત્તાવાર પ્લેટફોર્મ પરથી આવે.

જાણો સમગ્ર મામલો
પોતાનો ત્રીજો વર્લ્ડ કપ રમી રહેલા અફઘાનિસ્તાને છેલ્લી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું અને વનડે ઈતિહાસમાં પાકિસ્તાન સામે તેની પ્રથમ જીત નોંધાવી. આ જીત બાદ ટાટાના નામે કેટલાક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રતન ટાટાએ ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. પરંતુ ટાટાએ આવા કોઈપણ દાવાને નકારી કાઢ્યો છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું
23 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ખાતે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા.

283 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 49 ઓવરમાં 2 વિકેટના નુકસાને 286 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને 87 રનની ઈનિંગ રમી હતી.


Spread the love

Related posts

IMDBની ટોપ-10 ફિલ્મમાં ‘જવાન’ ટોપ પર:’લિયો’ ચોથા નંબરે, વેબ સિરીઝના લિસ્ટમાં પહેલા નંબરે શાહિદની ‘ફર્ઝી’

Team News Updates

સની હેન્ડપમ્પ સીન રિક્રિએટ કરવામાં અચકાતો હતો:નિર્દેશક અનિલ શર્માએ કહ્યું કે, ‘તેઓ આ સીનને નવી રીતે શૂટ કરશે’

Team News Updates

પહેલા વર્લ્ડ કપ, બાદમાં વડાપ્રધાન પદ, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ, જાણો કેવું રહ્યું તેનું ક્રિકેટ કરિયર

Team News Updates