News Updates
NATIONAL

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું:ટોળાએ NCP અજિત પવાર જૂથના ધારાસભ્યનું ઘર સળગાવ્યું, ડઝનબંધ વાહનો સળગાવી દીધાં

Spread the love

આ વર્ષે ઓગસ્ટથી ચાલી રહેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. સોમવારે બીડના માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને કાર્યાલય પર અનામતની માગ કરી રહેલા ડઝનેક લોકોએ પથ્થરમારો કર્યો હતો. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી.

હાલમાં જ એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ મરાઠા આરક્ષણની માગ કરી રહેલા નેતા મનોજ જરાંગે વિરુદ્ધ કંઈક કહેતા જોવા મળ્યા હતા. આજે આ વીડિયો તેના ઘર અને ઓફિસ પર હુમલાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ ઘટના વિશે જણાવ્યું – હુમલો થયો ત્યારે હું મારા ઘરની અંદર હતો. જો કે મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ પરંતુ આગને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે.

મરાઠા આરક્ષણની માગને લઈને 11 દિવસમાં 13 આત્મહત્યા, શિવસેના સાંસદે આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (29 ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું લોકસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યું નથી, પરંતુ રાજીનામા પત્ર વાઇરલ થઈ રહ્યો છે.

શિંદેએ કહ્યું- અમને થોડો સમય આપો, જારંગે તમારી તબિયતનું ધ્યાન રાખજો

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું- આ મુદ્દો ઘણો જૂનો છે. દેવેન્દ્ર ફડણવીસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મરાઠાઓને અનામત આપી હતી, પરંતુ કમનસીબે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી હતી. અમે એક કમિટી બનાવી છે. રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.

અમે મરાઠા આરક્ષણ માટે બે રીતે કામ કરી રહ્યા છીએ. પહેલું – કુણબી પ્રમાણપત્ર દ્વારા અને બીજું – સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દ્વારા. મહેસૂલ મંત્રી દ્વારા કુણબી પ્રમાણપત્ર જલદી આપવા સૂચના આપવામાં આવી છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં સાબિત કરશે કે મરાઠા સમાજ કેટલો પછાત છે.

મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જારંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ કહ્યું- મારી મનોજ જારંગેને અપીલ છે કે અમને થોડો સમય આપો. સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમને દવા અને પાણી લેવા અપીલ છે.


Spread the love

Related posts

20 જૂને જગન્નાથ યાત્રા- 25 લાખ ભક્તો આવશે:લોકોને ગરમીથી બચાવવા યાત્રા માર્ગે વોટર સ્પ્રિંકલર લાગ્યા; 72 એમ્બ્યુલન્સ પણ તૈનાત

Team News Updates

વિવાદિત શાહી ઇદગાહ પરિસરના સર્વેની મંજૂરી:અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વચ્ચે 13.37 એકર જમીનનો વિવાદ

Team News Updates

આજથી રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે:કાલે ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન અને આયુષ્માન ભવ એપ્લિકેશન લોન્ચ કરશે; વિધાનસભામાં દ્રોપદી મુર્મુનું સંબોધન

Team News Updates