PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે થયેલા કેસમાં કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવું પડશે. તેમજ અરજદારના વકીલને કોર્ટે કહ્યું હતું કે, બાંહેધરી આપ્યા બાદ પણ તેઓ હાજર થયા નથી.
રિજેક્શન ઓફ એન્ટ્રી મોડલનો ઓર્ડર ફટકાર્યો
અરવિંદ કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં સંજયસિંહ અને CM અરવિંદ કેજરીવાલના કેસમાં સુનાવણી એ અનવ્યે થઈ હતી કે, સેશન્સ કોર્ટે અમારી રિવિઝન એપ્લિકેશન રીપિટ કરી હતી તે રિજેક્ટ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે રિજેક્શન ઓફ એન્ટ્રી મોડલનો ઓર્ડર ફટકાર્યો હતો. કોર્ટે આજે સુનાવણી કરી અને મેટરમાં નોટિસ કાઢી છે અને હવે મેટ્રો કોર્ટની અંદર પણ એ જ મેટર છે. એટલે હવે શું થાય છે એ જોઇએ. કોર્ટ પાસે અમે જે વચગાળાની રાહત માગી હતી તે રિજેક્ટ કરી છે. અત્યારે આ તબક્કે માત્ર નોટિસ ઇશ્યુ કરી છે અને આજે જ મેટ્રો કોર્ટમાં સુનાવણી છે એટલે હવે ત્યાં જવું પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારે મેટ્રો કોર્ટની પાસે ઈસવન્સ ઓફ વેલેબલ વોરંટ માટે પ્રેસ કરવામાં આવે છે. અને સેશન્સ કોર્ટની નોટિસ મળ્યાના 11 દિવસ થયા હોય તેમ છતાંય ગુજરાત યુનિવર્સિટીની પાસે પેનલ ઓફ એડવોકેટ હોય તે આવીને રીક્વેસ્ટ કરે છે કે અમને 20 દિવસ બીજા આપો એડવોકેટ રોકવા માટે તો એ બહું કન્સનિંગ છે અને એટલે જ અમને સ્ટે મળવા પાત્ર છે.
કેજરીવાલને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું
મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જો કે, અરવિંદ કેજરીવાલના વકીલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં આવા કેસમાં આરોપીએ ઉપસ્થિત રહેવું જરૂરી નથી તેવી દલીલ કરી હતી.