News Updates
AHMEDABAD

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન:GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે, જાણો વિગતવાર

Spread the love

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે, છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 33 અલગ-અલગ ગુના માટે 33 અલગ-અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે. જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ગુના અને તે માટેની સજ

1. સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું કોઈ પાલન ન કરે તો
– સૂચના આપવા સુધી ઉત્તરવહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઈન દોરી સૂચનાનો અમલ નથી કર્યો, તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તરવહી લખવા આપવી.​​​​​​​​​​​​​​

2. તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં પરીક્ષાથી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સાંકેતિક દ્વારા સંદેશો પાઠવતો હોય તો
– પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું​​​​​​​

3. મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ અથવા ચલણી નોટો મૂકી હોય તો
– પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે+

​​​​​​​4. ઉત્તરવહીમાં પરીક્ષાથી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું લાલચ કે લખાણ કરે અને પોતાનું સરનામું ઉત્તરવહીમાં આપે ત્યારે
– તે વિષયનું પરિણામ રદ​​​​​​​

5. પરીક્ષાથી અથવા તેમના પ્રતિનિધિ વાલી ઉત્તરવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરિક્ષકને લાજ આપવાનો પ્રયત્ન કર્યો હતો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ​​​​​​​

6. પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી કાપલી, નોટસ, ટેક્સબુક નકશો હોય તો
– સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

​​​​​​​7. પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય, નોંધ, લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો
– સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

8. પરીક્ષાર્થીની ઉત્તરવહીમાં લાગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય તેવો અહેવાલ રજૂ કરવામાં આવે તો
– સાહિત્યમાંથી લખ્યું ના હોય તો એક વિષયનું પરિણામ રદ અને લખ્યું હોય તો તમામ વિષયનું પરિણામ રદ​​​​​​​

9. પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી ઉત્તરવહી બહાર ફેંકી દીધી હોય તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ

10. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તરવહી ફાડી નાખે અથવા લખાણ સાથે છેડા કરે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ​​​​​​​

11. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી કોઈપણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનઅધિકૃત વ્યક્તિને મળે તો
– તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ

12. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી ઉત્તરવહી બહાર લઈ જાય તો
– તે પરીક્ષાનું પરિણામ રદ કરી પછીની એક પરીક્ષામાં.બેસવા દેવામાં નહિ આવે

​​​​​​​13. પરીક્ષાર્થી અથવા તેના પ્રતિનિધિ પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તરવહીને બદલે બહારથી લખેલી અને ઉત્તરવહી બદલવા પ્રયત્ન કરે તો
– જે તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

14. ઉત્તરવહી પરીક્ષા દરમિયાન કે પરીક્ષા બાદ નિરીક્ષકને ના આપે તો
– પરીક્ષાનું પરિણામ રદ કરી, પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવામાં આવશે

15. પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચીઠી, ચબરકી કે કોઈપણ સાહિત્ય પકડીને કોપી કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે
– બંનેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ

16. પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષારથી બીજા પરીક્ષર્થી પાસેથી ઉત્તરવહી ઝુંટવી લે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ

17. પરીક્ષક, નાયબ મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી અન્ય રીતે ચોરી કરી છે તેવી બોર્ડની ખાતરી થાય તો
– બંનેનું સમગ્ર પરિણામ રદ​​​​​​​

18. પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતાં પકડાય તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ

19. ઉત્તરવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષા ખંડમાં લાવે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

​​​​​​​20. મૂળ પરીક્ષાાર્થીને બદલે અન્ય વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષામાં બેસે તો
– પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં.બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવો

21. પરીક્ષા સ્થળે ગેરશિસ્ત વર્તન કરવા માટે
– તે વિષયનું પરિણામ રદ

22. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસકૃત્યુ કરવા અથવા ઘાતક હથિયાર કે સાધન લાવ્યું હોય તો
– પરિણામ રદ કરી કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

23. ઉત્તરવહીમાં પોતાની ઓળખ માટે કોઈ પણ નિશાની કરે તો
– જે તે વિષયનું પરિણામ રદ​​​​​​​

24. પરીક્ષાર્થી મુખ્ય ઉત્તરવહીમાં અપશબ્દો ભર્યું લખાણ લખે તો
– જે તે વિષ્ણુ પરિણામ રદ

25. વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સો ધ્યાનમાં આવે તો
– પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

26. ઉત્તરવહી પર લગાડેલા સ્ટીકરની વિગતો જાણીને લગાડેલા સ્ટીકર ઉખાડવાનો પ્રયત્ન કરે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ

27. કોઈપણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક રીતે ગંભીર અનિયમિતતાઓ સામે આવશે તો
– જે તે વિષયની પરીક્ષા રદ કરાશે અને જરૂર જણાય ત્યારે આગામી તમામ પરીક્ષા રદ કરવા સુધીની શિક્ષા

28. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી મૌખિક કે સંકેતિક દ્વારા ગેરરીતીનો સૂચક સંદેશ આપતો હોય તો
– જે તે વિષયનું પરિણામ રદ​​​​​​​

29. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો
– જે તે વિષયનું પરિણામ રદ

30. સીસીટીવી ફૂટેજમાં બિનઅધિકૃત સાહિત્યની આપ-લે કરતા દેખાય તો
– બંનેનું જે તે વિષયનું પરિણામ રદ

31. ઉમેદવારો વર્ગખંડમાં મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવે જે સંચાલક અથવા તો સીસીટીવી ફૂટેજમાં ધ્યાને આવે તો
– જે તે વિષયનું પરિણામ રદ કરી પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

32. પરીક્ષાર્થીને વોટસએપ, ઇમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નોપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

​​​​​​​33. પરીક્ષાર્થીને બહારથી કોઈ લખાવે અથવા તો લખાવવાનો પ્રયત્ન કરે તો
– સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે


Spread the love

Related posts

ગુજરાતીઓનું ગણિત સારું:ગણિત, વિજ્ઞાન, સોશિયલ સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા; સંસ્કૃત, પર્શિયન, ઉર્દુમાં પણ પૂરા માર્ક લાવ્યાં

Team News Updates

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates

Weather:અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

Team News Updates