News Updates
AHMEDABAD

શનિવારે મુખ્યમંત્રી ખુલ્લો મૂકશે ગુજરાતનો સૌથી મોટો બુક ફેસ્ટિવલ:અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના 147 લેખકોના પુસ્તકોનું પ્રદર્શન

Spread the love

નેશનલ બુક ટ્રસ્ટ દિલ્હી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. આગામી 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજનારા આ બુક ફેસ્ટિવલને લઈને આજે મેયર પ્રતિભાજન અને નેશનલ બુક ટ્રસ્ટના ફેસ્ટિવલના પ્રભારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરૂદ મળ્યા બાદ હવે અમદાવાદ વિશ્વ બુક કેપિટલના ટેગ માટે પ્રયાસ હાથ ધર્યા છે.

જે અંતર્ગત ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. શનિવારે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ બુક ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે. આ બુક ફેસ્ટિવલમાં ભારતના છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, ઝારખંડના વિવિધ ભાગોમાંથી 147 પ્રદર્શકો (પ્રકાશકો, વિતરકો, પુસ્તક વિક્રેતાઓ)ના પુસ્તકો હશે. રસોઈ માટે પણ એક અલગ મંચ બનાવવામાં આવ્યો છે જેમાં રસોઈને લગતાં વિવિધ પુસ્તકો પણ જોવા મળશે. સવારે 11:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી આ બુક ફેર યોજાશે જેમાં મફત એન્ટ્રી મળશે.

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર 3,25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં થનારા આ બુક ફેસ્ટિવલમાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 24 દેશોની બાળકોને પ્રોત્સાહિત કરે એવી 40 મિનિટથી લઈને એકથી બે કલાક સુધીની ફિલ્મો પણ બતાવવામાં આવશે. 5 તબક્કામાં 100થી વધુ સાહિત્યિક સત્રો સાથે પ્રજ્ઞા શિવર (ચિલ્ડ્રન્સ પેવેલિયન), શબ્દ સંસાર (લેખકોનો કોર્નર), જ્ઞાન ગંગા (સર્જનાત્મક કાર્યશાળાઓ માટે સાહિત્યિક મંચ), આંતરરાષ્ટ્રીય સાહિત્ય. સ્ટેજ, રસોઈ સાહિત્ય સ્ટેજ (રસોઇ ઔર કિતાબ), રંગમંચ (સાંસ્કૃતિક સ્ટેજ) અને અભિક્લાપ (ડિઝાઇન+) હશે.

​​​​​​​વિવિધ દેશો જેવા કે સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુએઇના જાણીતા લેખકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવશે. ગુજરાતી લેખકોમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમાર પાલ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હાલન, રામ મોરી વગેરે હાજર રહેશે. ઇવી રામકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરીમ્પલ, ગિલર્મો રોડ્રિગ્વેઝ માર્ટીનિકા, ગ્યુલેર્મો કોડ્રિગ્વેઝ, મોનિકા કોર્પોરકોનો અને મેટ જોહાન્સન વગેરે જેવા લેખકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.


Spread the love

Related posts

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Team News Updates

યુવતીને યુવતી સાથે જ ઓનલાઇન મિત્રતા ભારે પડી:અમદાવાદમાં મદદ કરવાના બહાને ઘરે રહેવા ગઈ, ઓનલાઈન ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરતી, ડ્રગ્સ પણ વેચતી

Team News Updates

‘ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર’:ફોરેસ્ટ કર્મચારી અને ખેડૂતો વચ્ચે રાજીખુશીથી સમાધાન થઈ ગયા બાદ ચૈતરભાઈને ફસાવવામાં આવી રહ્યા છે: ઈસુદાન ગઢવી

Team News Updates