News Updates
AHMEDABAD

 BAOUમાં ત્રિદિવસીય પરિષદ,વર્લ્ડ કોન્ફરન્સ ભારતમાં પ્રથમવાર દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે; વિશ્વના વિવિધ દેશમાંથી પ્રતિનિધિ અમદાવાદ આવ્યા

Spread the love

વિશ્વમાં દરેક વ્યક્તિને એક સમાન અધિકાર મળવો આવશ્યક છે, તેમાં પણ ભણતરનો હક તમામ લોકો માટે સમાન હોવો જોઈએ, પરંતુ કેટલાક સ્પેશિયલ લોકોને અસામાન્ય સંજોગોમાં જોવામાં, બોલવામાં કે સાંભળવામાં તકલીફ હોય છે તેમને પણ એક સમાન અધિકાર મળે અને તે પણ દેશના વિકાસમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે તે માટે વિશ્વના વિવિધ દેશ સાથે મળીને એક વિશ્વ પરિષદનું આયોજન કરે છે. જેમાં આ વર્ષે ભારતમાં પ્રથમ વખત ગુજરાતના અમદાવાદ શહેર ખાતે વિશ્વ પરિષદનું આયોજન થયું છે. આ 14 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન 30 દિવસે વિશ્વ પરિષદમાં 63 દેશના 400થી વધુ લોકોએ ભાગ લીધો છે અને તેમાં 120 જેટલા વિવિધ પેપર અલગ અલગ ભાષામાં રજૂ થશે. વિવિધ દેશના મહેમાનો એક સાથે મળીને દૃષ્ટિ હિન અથવા તો દૃષ્ટિમાં ક્ષતિ ધરાવતા તથા લોકોના અભ્યાસ માટે કેવી યોજનાઓનું ઘડતર કરી શકાય તે અંગે ચર્ચા કરશે.

અમદાવાદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ખાતરી દિવસે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સાથે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશન એટલે કે અંધજન મંડળ અને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા એમ ત્રણ સંસ્થા સાથે મળીને પરિષદનું આયોજન કર્યું છે. જેમાં સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા કે જે ભારત દેશ સહિત પડોશી દેશ નેપાલ અને બાંગ્લાદેશમાં પણ કાર્યરત છે. આ ત્રણ સંસ્થાએ સાથે મળીને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશ ઓફ પીપલ વિથ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ (ICEVI) કે જે દર વર્ષે વિવિધ દેશમાં કોન્ફરન્સનું આયોજન કરે છે તેને ભારતમાં પ્રથમ વખત વિશ્વ પરિષદનું આયોજન કરવા માટે યજમાન બન્યા છે.

ઉલ્લેખની આ છે કે, ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તમામ લોકોનો સર્વાંગી વિકાસ થવો જરૂરી છે તે હેતુથી ડિસેબલ લોકો માટે પણ કેવી રીતે તેમનો વિકાસ કરવો તે વિચારવું આવશ્યક છે તેથી આ વિશ્વ પરિષદનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે તેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું.

ભારત દેશમાં આ વિશ્વ પરિષદનું આયોજન થવું તે અમારા માટે ગર્વની વાત છે અને ભારત દેશને વૈવિધ્ય સભર સંસ્કૃતિથી સૌ કોઈ આકર્ષિત થાય છે અને ભારત દેશ અમારા માટે બીજું ઘર સમાન છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતની મહેમાનગતિ ખૂબ જ પ્રચલિત છે.

અંધજન મંડળના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા લોકોને એક સમાન અધિકાર આપવા અને તેમને દુનિયા સાથે કેવી રીતે જોડાયેલા રાખવા તેના ઉપર 120 જેટલા પેપર અલગ અલગ ભાષામાં રજૂ થશે. ખાસ કરીને 63 વિવિધ દેશમાંથી 400 જેટલા પ્રતિનિધિઓ ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ ખાતે આવીને પોતાના વિચારો રજૂ કરશે.


Spread the love

Related posts

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન:GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે, જાણો વિગતવાર

Team News Updates

દ. ગુજરાત માટે 24 કલાકે ભારે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; દોઢ જ મહિનામાં સિઝનનો 85 ટકા વરસાદ ખાબક્યો

Team News Updates

બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર

Team News Updates