News Updates
VADODARA

SOGએ ઝડપી પાડ્યા  2 શખસને,18.27 લાખનો મુદામાલ જપ્ત;વડોદરા પાલિકાના જેટ મશીનની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત

Spread the love

વડોદરા શહેરના ફતેપુરા રોડ પર આવેલ કટારીયા ટ્રાન્સપોર્ટની કંપનીના ગોડાઉન પાસે દીવાલની આડમાં વડોદરા મહાનગર પાલિકાના જેટ મશીનની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસને વડોદરા SOG પોલીસ ઝડપી પાડ્યા છે અને 18.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દમરિયાન બાતમી મળી હતી કે, ફતેપુરા રોડ ભાટીયા પેટ્રોલપંપની પાછળ કટારીયા ટ્રાન્સપોર્ટની કંપનીના ગોડાઉન પાસે દીવાલોની આડમાં વડોદરા મહાનગર પાલિકાના જેટ મશીનનો ડ્રાઇવર આરીફ કાદરી જેટ મશીનની ડીઝલની ટાંકીમાંથી તેના મળતીયાઓ સાથે મળી ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, જે બાતમીના આધારે SOGની ટીમે રેડ કરતા બે ઈસમ મળી આવ્યા હતા અને આ બંને ઈસમ વડોદરા મહાનગરપાલિકાના જેટ મશીનની ડીઝલની ટાંકીમાં પાઇપ નાંખીને તથા પાઇપનો બીજો છેડો જમીન ઉપર મુકેલ વાદળી કલરના કારબામાં રાખી ડીઝલ ચોરી કરતા હતા.

બંને શખસોને તેમની ડીઝલ ચોરીની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરતા કલરનું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાંકટ હેઠળના ડ્રાઇવર આરીફઅલી કાદરીએ જણાવ્યું હતું કે, આ જેટ મશીન વડોદરા મહાનગરપાલિકાનું છે અને હું બાલાજી સિક્યોરિટીના કોન્ટ્રાકટમાં છેલ્લા એક વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું અને અગાઉ હું બીજા કોન્ટ્રાકટ હેઠળ સાત વર્ષ સુધી વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરી છે. હું છેલ્લાં બે મહિનાથી દર ત્રીજા દીવસે અમારા મહોલ્લામાં રહેતાં હસનમીયા ઇસુબમીયાં શેખ સાથે ભેગા મળી જેટ મશીન અહીં લાવીને તેની ડીઝલની ટાંકીમાં પાઇપ નાંખી હતી અને પાઇપ વડે હસનમીયાં શેખને તેના કારબામાં ડીઝલ કાઢી આપું છું અને એક વખતમાં 40 લીટર ડીઝલ હું ચોરી કરીને એક લીટરના 60 રૂપિયાના ભાવે હસનમીયાં શેખને રોકડથી વેચાણ આપું છું. જેથી સ્થળ ઉપર FSL અધિકારીને બોલાવી સ્થળ વીઝીટ કરાવી હતી અને જેટ મશીનની ડીઝલ ટાંકીમાંથી તથા ચોરી કરેલ ડીઝલના કારબામાંથી જરૂરી FSL પરીક્ષણ અર્થે નમૂનાઓ લેવડાવ્યા હતા.

બંને શખસો પાસેથી વડોદરા મહાનગરપાલિકના અશોક લેલન્ડ કંપનીનું જેટ મશીન, ચોરી કરેલા કારબામાં ભરેલ ડીઝલ, અગાઉથી સંગ્રહ કરી રાખેલ ડીઝલના 5 કારબામાં ભરેલ ડીઝલ, ડીઝલની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા પીકઅપ બોલેરો તથા અતુલ શકિત થ્રી વ્હીલ ટેમ્પો, ડીઝલ ચોરી કરવા સારૂ ઉપયોગમાં લીધુ હતું. સાધન સામગ્રી તેમજ અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા આધારકાર્ડ તથા લાઇટબીલની નકલ સહિત કુલ 18.27 લાખનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.

  • આરીફઅલી આસીફઅલી કાદરી, (રહે. આફરીન ફલેટની બાજુમાં, સુએઝ પંપીંગ પાસે, યાકુતપુરા, વડોદરા)
  • હસનમીયાં ઇસુબમીયા શેખ, (રહે. મીનારા કોમ્પલેક્ષ, ઘોડાના તબેલાની સામે, સરસીયા તળાવ રોડ, યાકુતપુરા, વડોદરા)

આ મામલે ઇજારદાર બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને પાલિકાએ દંડ ફટકાર્યો છે. બે લાખનો દંડ વસૂલ કરવાની કોર્પોરેશને નોટિસ આપી છે. આ મામલે પોલીસ રિપોર્ટ બાદ પગલાં ભરવામાં આવશે.


Spread the love

Related posts

VADODARA: 326 કિલોનો જથ્થો જપ્ત,ગૌમાંસનાં સમોસાંનું ખુલ્લેઆમ વેચાણ,પિતા-પુત્ર સહિત 7ની ધરપકડ;લાઇસન્સ વગર ઘરેથી આખા શહેરમાં સપ્લાય થતાં

Team News Updates

વડોદરામાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ લાગી, 5 કિમી દૂર જ્વાળાઓ દેખાઇ, સ્ટાફમાં અફરાતફરી મચી

Team News Updates

ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો;100થી વધુ શ્લોક કડકડાટ બોલે છે 5 વર્ષની બાળકી,શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોક 2.49 મિનિટમાં બોલી,માતાએ કહ્યું- બાળકોને મોબાઈલ નહીં સંસ્કૃતિનું નોલેજ આપો

Team News Updates