News Updates
VADODARA

વડોદરા મહાનગર સેવા સદન જાગ્યું:VMC દ્વારા ફ્લાયઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ, પોલીસ વિભાગને ગુના ઉકેલવામાં ફાયદો

Spread the love

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ગોઝારી ઘટનાને ધ્યાનમાં લઈને વડોદરાના 10 ફ્લાય ઓવરબ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ મુખ્ય માર્ગો ઉપર તેમજ ચાર રસ્તાઓ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરિણામે વડોદરા શહેરમાં રખડતા પશુ, ગંદકી કરનારા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને પકડવામાં આ કેમેરા આશિર્વાદરૂપ પુરવાર થયા છે, ત્યારે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 10 ફ્લાય ઓવરબ્રિજ એટલે અટલ બ્રિજ, લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ, પંડ્યા બ્રિજ, અમીતનગર બ્રિજ, સોમા તળાવ ઉર્મી સ્કૂલ બ્રિજ, હરિનગર બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, છાણી અને નવાયાર્ડ બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી શરુ દેવામાં આવી છે.

CCTV માટે 17 જગ્યા નક્કી કરાઈ
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં અગત્યની જગ્યાઓ ઉપર CCTV લગાવેલા છે. વિશ્વામિત્રી નદી કિનારા પાસે CCTV લગાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હવે શહેરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે 17 જગ્યાઓ ઉપર 70 CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક પોલ ઉપર ચાર કેમેરા લગાવવામાં આવશે જે કેમેરાનું મોનીટરીંગ થશે. તાજેતરમાં કાલાઘોડા, ભીમનાથ, રાત્રી બજાર બ્રિજ પરથી લોકો કચરો તેમજ મંગલ પાંડે રોડ પર કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જણાતાં CCTV મુક્યા છે. જેમાં 3 બ્રિજ પરથી નદીમાં કચરો નાખતા તત્વો CCTVમાં કેદ થતા વાહનોના નંબરના આધારે 25,000થી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. CCTV લગાવવાના કારણે કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગને પણ ફાયદો થયો છે.

CCTV કેમેરાનું મોનીટરીંગ
કોર્પોરેશનના આઇ.ટી. વિભાગના વડા મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના બ્રિજ ઉપર લગાવવામાં આવી રહેલા CCTV માટે કોઇ અલગ ફંડ ફાળવવામાં આવ્યું નથી. હાલમાં કોર્પોરેશન પાસે CCTV કેમેરાનો સ્ટોકમાં છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં CCTV લગાવવામાં આવી રહ્યા છે. આ CCTV લગાવવાથી કોર્પોરેશન સાથે પોલીસ વિભાગને પણ ઘણો ફાયદો થશે. CCTV કેમેરાનું મોનીટરીંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરથી થશે.


Spread the love

Related posts

અશ્રુભીની આંખે જય માતાજી બોલી વિદાય માંગી:વડોદરાના ચોરપુરા ગામની પ્રાથમિક શાળામાંથી બદલી  થયેલા આચાર્ય આરીફખાનને ગામ લોકોએ વાજતે-ગાજતે વિદાય આપી

Team News Updates

35 હજારની સાયકલ ચોર લઈ ગયો:વડોદરામાં સાયકલ પાર્ક કરી બાળક ટ્યુશનમાં ગયો, પાછળથી ચોર લઈને ફરાર થતો CCTVમાં કેદ થયો

Team News Updates

વિદ્યાર્થીનો આપઘાત વડોદરાની MS યુનિ.માં :મારી જાતે પગલું ભર્યું છે,કોઈનો વાંક નથી-સુસાઈડ નોટમાં લખ્યું,સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો

Team News Updates