News Updates
VADODARA

દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ

Spread the love

વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે.

આવકવેરા વિભાગે દિલ્હી, વડોદરા અને કચ્છ મળી કુલ 30થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન (Search operation) શરુ કર્યુ છે. વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા (IT raid) પાડવામાં આવ્યા છે. વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી મળી આવે તેવી સંભાવના છે.

વાસ્તવમાં દિલ્હી, વડોદરા અને કચ્છ  મળી 30થી વધુ સ્થળો પર કેટલાક વેપારીઓ કરચોરી અને રાજકીય ભંડોળના કારણે આવકવેરાના રડાર પર હતા. જે પછી આવકવેરા વિભાગે અહીં રેડ કરી છે. પછી જ કેટલા બેનામી વ્યવહારો છે અને સાથે જ કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે તે બહાર આવશે. કંપની દ્વારા કયા પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ બધી જ બાબતોની જાણકારી એક બે દિવસની અંદર મળી રહેશે. જો કે હાલમાં આઇટી વિભાગ તમામ સ્થળે તપાસ કરી રહ્યુ છે.

ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ બોલાવવામાં આવી છે. તો  નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે.

હાલમાં તો આવકવેરા વિભાગ દ્વારા કરચોરીને પકડવા માટે પ્રાથમિક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જો કે આ તપાસ હજુ થોડા દિવસ સુધી ચાલુ રાખવામાં આવી છે. જે પછી કેટલી કરચોરી થઇ છે તે અંગે કોઇ ચોક્કસ માહિતી સામે આવશે. મહત્વની વાત એ છે કે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. જેથી જ આ પ્રક્રિયામાં સમય લાગશે અને સાથે જ કરચોરીની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે.


Spread the love

Related posts

વડોદરામાં મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત; બે કારને નુકસાન

Team News Updates

Vadodara:54 જેટલા વખાર-દુકાનોમાં ચેકિંગ,આરોગ્ય શાખાના ઠેર ઠેર દરોડામાં

Team News Updates

હરણી બોટકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ, અત્યાર સુધી 17 આરોપી પોલીસ સકંજામાં

Team News Updates