



અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રકનું ડીઝવ ખૂટી જતા પાછળ આવતી ટ્રક તેની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડને 90 મિનિટ લાગી હતી. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા તુરંત જ સ્થળ પર ટીમ દોડી ગઈ હતી.આ બનાવને પગલે હાઇવે ઉપર 5 કિમીનો લાંબો ટ્રાફિકજામ થયો હતો. હાલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે આથોરિટી દ્વારા ટ્રક હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. બન્ને ઇજાગ્રસ્તમાંથી એકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર 30 વર્ષ હતી. જ્યારે ગંભીર ઇજા પહોંચી છે તેની સારવાર ચાલી રહી છે. હાલમાં આ બંને વ્યક્તિના નામ સામે આવ્યા નથી.


ફાયરબ્રિગેડની ટીમ 20 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી
વડોદરા દુમાડ ચોકડીથી ટોલપ્લાઝા વચ્ચે થયેલ અકસ્માતમાં હાલમાં તમામ રૂટ પર ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે છાણી ટીપી 13ના ફાયરમેન મોન્ટુ કાયસે જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે કોલ મળતાની સાથે જ અમારી ટીમ તાત્કાલિક રવાના થઈ હતી અને 20 મિનિટમાં ઘટના સ્તરે પહોંચી હતી. આ બનાવ અંગે છાણી ટીપી 13 અને દરજીપુરા ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ બનાવમાં 90 મિનિટ સુધી ફાયર દ્વારા રેસ્ક્યૂ કરી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો


ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ટ્રાફિકજામ
વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે બન્ને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા ચાલકે ટ્રક રોકી હતી. આથી અચાનક પાછળથી આવતી ટ્રક તેની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે વડોદરા ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ થયો હતો. એક્સપ્રેસ હાઈવે ઉપર થયેલા અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફ 2 કિમી ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતના વાહનોને ક્રેનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

વાહનોની લાંબી લાઈન લાગી હતી
મળેલી માહિતી પ્રમાણે એક્સપ્રેસ હાઇવે ટોલનાકાની 2 કિલોમીટર દૂર દુમાડ ગામની સીમમાં રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

ઇજાગ્રસ્ત એકનું મોતનું મોત, એક સારવારમાંં
જોકે, આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાન મિતેષભાઇએ જણાવ્યું હતું કે, ટ્રકના કેબિનમાં એક ચાલક ફસાય ગયો છે. તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે અન્ય એક ટ્રક સવારને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ એકનું મોત થયું છે.

કામગીરી ચાલી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાફિક વ્યવહારને અસર થઇ હતી. જોકે, પોલીસ કાફલો આવી પહોંચતા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું.