News Updates
VADODARA

વડોદરામાં બુટલેગરના ઘરે PCBની રેડ:ઘરમાં બનાવેલા ચોરખાના તો ઠીક ડીજેના સ્પીકરની અંદરથી પણ દારૂની બોટલો નીકળી, 1ની ધરપકડ, 3 વોન્ટેડ

Spread the love

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં PCBએ એક બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં મકાનની અંદર બનાવેલા ચોરખાના અને ડીજેના સ્પીકરોની અંદર દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. દારૂનું જથ્થો જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે બેનંબરના ધંધા માટે ઘરની બે દિવાલો વચ્ચે એક ચોરખાનું બનાવ્યું હતું. આ સાથે જ ઘરમાં રહેલા ડીજેના સ્પીકરમાં પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. PCB પોલીસે એકની ધરપકડ કરી, ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

ડીજેની આડમાં દારૂનું વેચાણ
વડોદરા પીસીબીના એ.એસ.આઇ અરવિંદ કેશવરાવને બાતમી મળી હતી કે, પ્રદિપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઇ ગવલી (રહે. એ-13 રૂમ નં.-7, ઉર્મી એપાર્ટમેન્ટ, કમાટીપુરા, ફતેગંજ, વડોદરા) ડીજેનો વ્યવસાય કરે છે અને ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટ તેના ઘરે રાખે છે. આ મકાનમાં ડી.જે.ના ધંધાની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી પીઇ એસ.ડી. રાતડાની સૂચનાથી ટીમે ઉર્મી એપાર્મેટન્ટમાં રેડ કરી હતી. આ દરમિયાન મકાનના બેઠક રૂમની એત તરફની દિવાલ અને બેડરૂમની એક તરફની દિવાલને પાર્ટીશન કરીને ચણતર કર્યું હતું. આ બંને દિવાલોમાં બનાવેલા ચોર ખાનામાંથી અને ડીજેના નાના-મોટા સ્પીકરોની અંદરથી 3.5 લાખની કિંમતનો 40 પેટી (480 બોટલ) દારૂ મળી આવ્યો હતો.

એક આરોપીની ધરપકડ
પીસીબીએ વિદેશી દારૂ, રોકડ રકમ, 3 મોબાઇલ, ડીજેના 9 સ્પીકર મળીને કુલ મળીને કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી પ્રદિપ ઉર્ફે પીન્ટુ ગવલી (કહાર)ની ધરપકડ કરી છે અને પવન, રવિ અને મહિડાના નામના 3 શખસને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપી પ્રદિપ ઉર્ફે પિન્ટુને ફતેગંજ પોલીસને સોંપ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરીઃ પીઆઇ
પીસીબી પીઆઇ એસ.ડી રાતડાએ જણાવ્યું હતું કે, આરોપીના ઘરમાં બનાવેલા ચોરખાના અને સ્પીકરની અંદર છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


Spread the love

Related posts

શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી:વડોદરાના દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર મોડી રાત્રે જનરેટર મૂકેલો ટેમ્પો પલટી જતા અફરા-તફરી

Team News Updates

ઉંમર 11 વર્ષ, KBCની કમાણી 25 લાખ:વડોદરાના અત્યુક્તે બિગ બીને કઈ બિમારી વિશે જણાવ્યું, હોટ સીટ પરના વર્ણવ્યા અનુભવો

Team News Updates

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન વડોદરા પહોંચી:PM મોદીએ કેવડિયાથી ફ્લેગ ઓફ કરાવ્યું, વીજળીથી ચાલતું સ્ટીમ એન્જિન, AC રેસ્ટોરાં સહિતની સુવિધા

Team News Updates