News Updates
GUJARAT

શિવરાત્રીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મનોકામનાઓ પૂર્ણ, વાંચો દરેક રુદ્રાક્ષનું મહત્વ

Spread the love

મહાશિવરાત્રી એ ભારતીયોનો મુખ્ય તહેવાર છે. મહાશિવરાત્રી મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ લગ્ન થયા હતા. બીજી માન્યતા અનુસાર, ભગવાન શિવે આ રાત્રે આનંદ તાંડવ (સર્જન અને વિનાશ) કર્યું હતું.

રુદ્રાક્ષ ધારણ કરવા માટે શિવરાત્રીને અતિ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે તે અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ કેમ છે તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું કે હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુરાસુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્ર નું ચિંતન કર્યું હતું, તે દીર્ઘકાળ સુધી તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં કાલાગ્નિ રૂપ ધારણ કરી નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં ,તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયા હતાં તેમાં મારા જમણા સૂર્યરૂપ નેત્રમાંથી પીળા રંગના રુદ્રાક્ષ થયા ડાબા ચંદ્રરૂપ નેત્રમાંથી શ્વેત રંગના અને ત્રીજા અગ્નિરૂપમાંથી રક્ત અને કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા હતા

એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ હોય છે ધાર્મિક ગ્રંથો શિવપુરાણ ઉદ્રીશતંત્ર , વાયુપુરાણ વગેરે પુરાણ કે શાસ્ત્રો માં મહિમા જણાવ્યા અનુસાર શિવ પ્રિય રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રાક્ષના પ્રકાર અનુસાર ની મનોકામના ઓ પૂર્ણ થાય છે

રુદ્રાક્ષ એ સ્વયં શિવ તત્વ છે રુદ્રાક્ષ વિના શિવ કૃપા પ્રાપ્તિ થતી નથી, રુદ્રાક્ષ અનેક સંકટો સામે રક્ષણ કરી કલ્યાણ કરે છે ભારતમાં હિમાલય તેમજ નેપાળ માં કુદરતી સ્વરૂપે રુદ્રાક્ષના ઝાડ મળી આવે છે.

સ્વયં ભગવાન શિવ પણ રુદ્રાક્ષ ધારણ કરે છે

એક મુખી – આ રુદ્રાક્ષ ને સાક્ષાત શિવ સ્વરૂપ માનવામાં આવે છે આ રુદ્રાક્ષ સામાન્ય માણસે ધારણ કરાય નહીં ફક્ત પૂજન કરવામાં આવે છે જેથી બ્રહ્મહત્યા જેવા મહાપાપમાંથી મુક્તિ મળે છે આ ઘણા દુર્લભ હોય છે સર્વ પ્રકારે કલ્યાણકારી હોય છે

બે મુખી રૂદ્રાક્ષ – ગળામાં ધારણ કરાય આ રુદ્રાક્ષને શિવ પાવર્તી સ્વરૂપ કે ગૌરીશંકર કહેવામાં આવે છે તેને ધારણ કરવાથી પાપો નાશ પામે છે ધારણ કરનારને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે

ત્રણ મુખી રુદ્રાક્ષ –આ રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિનું સ્વરૂપ છે સ્ત્રી હત્યાના પાપમાંથી મુક્તિ આપે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વિદ્યાર્થીઓની યાદશક્તિ સતેજ કરે છે

ચાર મુખી રુદ્રાક્ષ- આ રુદ્રાક્ષને બ્રહ્માજી સ્વરૂપ કહેવાય છે,ધર્મ , અર્થ , કામ , મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થાય છે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઉત્તમ જ્ઞાન માટે વ્યક્તિ સમર્થ બને છે

પંચમુખી રૂદ્રાક્ષ – આ રુદ્રાક્ષ કાલાગ્નિ નામના સ્વરુપ છે ધારણ કરનાર અનેક અપરાધો થી મુક્તિ મળે છે . ઘણો પ્રભાવશાળી છે . જ્ઞાન વધારનાર સાથે અનેક રોગો સામે રક્ષણ કરે છે જેવા કે શ્વાસ રોગ અને હૃદય રોગ માટે ઉપયોગી .

છ મુખી રુદ્રાક્ષ – જમણા હાથ પર ધારણ કરવું આ રુદ્રાક્ષ સ્વયમ કાર્તિકેય તરીકે ઓળખાય છે , આ રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક જગ્યાએ વિજયની પ્રાપ્તિ થાય.

સપ્તમુખી રૂદ્રાક્ષ – ગળામાં ધારણ કરવો આ રુદ્રાક્ષને અનંગ નામ અપાયું છે ચોરી જેવા પાયોમાંથી મુક્તિ અપાવે છે . દરિદ્રતા દૂર કરે છે ,ઘારણે કરનારને ઝેરી જાનવરના ઝેરની અસર ઓછી થાય છે લાંબુ આયુષ્ય આપે છે

આઠ મુખી રૂદ્રાક્ષ – ગાળામાં ધારણ કરાય આ ગણેશ રુદ્રાક્ષ નામથી ઓળખાય છે . આ રુદ્રાક્ષ ધારણ કરવાથી પોતાની જાત વિશેષ કાબુ આવે છે બુદ્ધિચાતુર્ય ખીલે છે વિઘ્નો દૂર થાય છે આદિ વ્યાધી નાશ થાય છે આ રુદ્રાક્ષ લકવા પેશલીસીસ કે અંગ જકડાઈ જવાની બીમારી સામે રક્ષણ કરે છે

નવ મુખી રુદ્રાક્ષ – ડાબા હાથ પર ધારણ કરાય છે આ રુદ્રાક્ષને ભૈરવ કહેવાય છે તે ડાબા હાથે ધારણા કરાય તેના દ્વારા ભક્તિ – મુક્તિ – યોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે લોહી વિકાર પિત્તની બીમારી દૂર થાય છે

દશમુખી રુદ્રાક્ષ – ગળામાં ધારણ કરવો આ રુદ્રાક્ષ વિષ્ણુ સ્વરૂપ ગણાય છે ધારણ કરવાથી અશુભ ગ્રહ ભૂત પ્રેત પિશાચ વેતાલ ભય દૂર થાય છે એટલે આ રુદ્રાક્ષથી સર્વે ગ્રહો શાંત રહે છે.

અગીયાર મુખી રુદ્રાક્ષ – આ રુદ્રાક્ષને રુદ્ર સ્વરૂપ ગણવામાં આવે છે જે ધારણ કરવાથી અનેક યજ્ઞો કર્યાના પૂણ્ય ફળ પ્રાપ્ત થાય છે . સર્વ કાર્યોમાં વિજય મળે છે

બારમુખી રુદ્રાક્ષ – આ રુદ્રાક્ષને સુર્ય સ્વરૂપ ગણવામાં આવે છે હિંસક પ્રાણીનો ભય રહેતો નથી શારીરીક માનસીક પીડા દૂર થાય છે . આત્મ બળ ઘણું વધી જાય છે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે . યસવિજય પ્રાપ્ત થાય છે

તેરમુખી રુદ્રાક્ષ – આ રુદ્રાક્ષને વિશ્વદેવ સ્વરૂપે ગણવામાં આવે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી લક્ષ્મી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે સર્વ રસ રસાયણાની પ્રાપ્તિ થાય છે સર્વ ઈચ્છા પૂરી કરનાર છે આંખોનું તેજ વધારે છે અનેક રોગો સામે રક્ષણ કરે છે

ચૌદમુખી રુદ્રાક્ષ – આ રુદ્રાક્ષને હનુમાન સ્વરૂપ ગણવામાં આવે છે જેને ધારણ કરવાથી શક્તિ તેમજ કિર્તિ પ્રાપ્ત થાય છે બળ બુદ્ધિ અને ગતિ પ્રાપ્ત થાય છે જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્તિ મળે છે તેમજ ભૂત પિશાચ અને સંકટ સામે રક્ષણ મળે છે


Spread the love

Related posts

ત્રણ વર્ષમાં 9338 દર્દીઓએ ડાયાલીસીસનો લાભ લીધો પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં

Team News Updates

ટાયરમાં હવે સાદી હવાની જગ્યાએ ભરાવો નાઈટ્રોજન એર, જાણો 4 અદભૂત ફાયદા, કેટલો છે ચાર્જ?

Team News Updates

રાહુલ ગાંધીની યાત્રામાં ઘૂસેલી ગેંગે લોકોના લાખો ચોરી લીધા; પોલીસે ગેંગને 1.51 લાખ રૂપિયા સાથે ગણતરીના કલાકોમાં દાહોદથી ઝડપી

Team News Updates