અખરોટ ખાવું મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ડોકટર પણ અખરોટનું નિયમિત સેવન કરવાની સલાહ આપતા હોય છે.પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા ઘરે અખરોટ ઉગાડી શકો છો.
ઘરે અખરોટ ઉગાડવા માટે સૌ પ્રથમ તાજા અને સારા અખરોટની પસંદગી કરો જેના બીજ અંકુરિત થઈ શકે. આ માટે અખરોટને 2-3 દિવસ પાણીમાં પલાળી રાખો. પાણીમાં પલાળ્યા પછી અખરોટ કૂંડામાં રોપવા માટે તૈયાર થઈ જશે.
આ પછી એક એવુ કૂંડુ પસંદ કરો જે 10-12 ઇંચ ઊંડુ હોય. ડ્રેનેજ માટે કૂંડાના તળિયે કાણા પાડો. ત્યારબાદ તેને લોમી માટી, રેતી અને ખાતરના મિશ્રણથી ભરો.
હવે વાસણમાં 2-3 ઈંચ ઊંડો ખાડો બનાવો. ત્યારબાદ ખાડામાં અખરોટના બીજ મૂકો અને પછી તેને માટી નાખી દો. ત્યાર બાદ વાસણમાં પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન હોવું જોઈએ.
આ છોડને સૂર્યપ્રકાશની જરૂર છે. તેથી તેને સૂર્યપ્રકાશમાં રાખો. પરંતુ તેને સીધા સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરો. જમીનને ભેજવાળી રાખવા માટે નિયમિતપણે પાણી આપતા રહો.
થોડા વર્ષો પછી અખરોટનો છોડ ફળ આપવાનું શરૂ કરશે. જ્યારે ફળ પાકે ત્યારે તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો.