News Updates
INTERNATIONAL

10 લોકોના મોત, હજારો બેઘર…પૂર અને વરસાદે ઈન્ડોનેશિયામાં વિનાશ વેર્યો

Spread the love

અચાનક મૂશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 10 લોકો ગુમ થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. વરસાદને કારણે સર્વત્ર તારાજી સર્જાઈ છે. અચાનક મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું.

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં અચાનક મૂશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 10 લોકો ગુમ થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. વરસાદને કારણે સર્વત્ર તારાજી સર્જાઈ છે. અચાનક મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું.

પૂર અને ભૂસ્ખલનથી પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં પેસીસિર સેલાટન રીજન્સીને અસર થઈ છે, લગભગ 46,000 લોકો બેઘર થયા છે, તમામ બેઘર લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી છે. પેસીસિર સેલાટનની આપત્તિ શમન એજન્સીના વડા ડોની યુસરિઝાલે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે લગભગ 10 લોકો ગુમ થયા છે, અને તેમને શોધવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સાઈરબોનમાં 83 હજાર લોકો બેઘર

ઇન્ડોનેશિયાના ટાપુ જાવાના ઉત્તરી કિનારે આવેલ બંદર શહેર સાઈરબોન પૂર અને ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. સાઈરબોનમાં 36 ગામો પ્રભાવિત છે, જેમાં લગભગ 83 હજાર લોકો બેઘર થઈ ગયા છે. લાંબા સમય સુધી મુશળધાર વરસાદને કારણે દ્વીપસમૂહ દેશના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ દુર્ઘટનામાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેની સાથે પૂરના પાણીમાં અનેક ઘરો ધોવાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે ગેમ બોંગ ગામ, કંડંગસેરાંગ ડિસ્ટ્રિક્ટ, પેકાલોંગન રીજન્સી, સેન્ટ્રલ જાવા, ઇન્ડોનેશિયા પાસે ગંભીર પૂર અને અત્યંત જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી.

20 હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા

રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ પર અટવાયેલા નાના-મોટા વાહનો પાણીના વહેણ સાથે વિસ્થાપિત થયા છે. ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 14 મકાનો દટાયા હતા, 20 હજારથી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને આઠ પુલ ધરાશાયી થયા હતા.

ઇન્ડોનેશિયામાં વરસાદની મોસમમાં ઘણીવાર ભૂસ્ખલનની શક્યતા રહે છે અને આવી અચાનક આફતનું સૌથી મહત્વનું કારણ ઘણી જગ્યાએ જંગલોની કાપણી છે, જેના પછી આપણે હવામાનની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. કાર્યકારી ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો પૂરથી કપાયેલા લોકો સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. 8 માર્ચ અને 9 માર્ચના રોજ સિસાંગરુંગ નદીના વહેણને કારણે ત્રણ લોકોના મોત થયા હતા.


Spread the love

Related posts

Toronto: ગણપતિ બાપ્પા હવે બનશે ‘કેનેડા ચા રાજા’, ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી

Team News Updates

2 અઠવાડિયાનો સમય શાહબાઝ સરકાર પાસે છે બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારી

Team News Updates

પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર…પુતિનની પશ્ચિમી દેશોને ધમકી

Team News Updates