News Updates
GUJARAT

કોમર્સ કોલેજ ગોધરા ખાતે 181 અભયમ યોજના વિશે માહિતી અપાઈ.

Spread the love

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે cwdc અંતર્ગત 181 અભયમ ની ટીમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને 181 એપ ની માહિતી આપવામાં આવી હતી. આ એપ મહિલાઓ માટે, બહેનો માટે ખૂબ જ ઉપયોગી માહિતી એપ છે જે 24 કલાક ચાલુ રહે છે….181 ની અભયમ ટીમ બહેનોને તેમના પ્રશ્નો અંગે સલાહ આપવાનું કાર્ય કરે છે, એટલું જ નહીં પરંતુ કોઈ પણ અન્ય બહેન માટે પણ તેઓ મદદરૂપ થવા માટેની કામગીરી કરે છે. કોઈપણ વિદ્યાર્થીની બીજી કોઈ વિદ્યાર્થીની વતી કે કોઈપણ મહિલા વતી ફરિયાદ કરી શકે છે જેનું નામ ગુપ્ત રાખવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગોધરાની 181 અભયમ ટીમ ઉપસ્થિત રહી હતી અને ઉપસ્થિત બહેનોને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. અરુણસિંહ સોલંકી એ કર્યું હતું જ્યારે આભાર વિધિ સી . ડબ્લ્યુ . ડી. સી. ના કન્વીનર ડો. સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

BHARUCH:ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર,જંબુસરના વેડચ ગામ નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત

Team News Updates

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Team News Updates

ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી જવાહર હાઇસ્કુલ માં નારી વંદન ઉત્સવ યોજાયો

Team News Updates